________________
માણેક મુનિ કહે સુણો સયણા ! તમે જીવની કરજો જયણા રે...
માંકડ મૂછાળો ૭ • ૪૦૬. મુનિની સઝાયો (૧) તે સુખીયા ભાઈ તે સુખીયા, જે પર દુઃખે દુઃખીયાજી; પરસુખ દેખી જે સંતોષીયા, જેને જિનધર્મ ઓળખીયાજી-૧ જ્ઞાનાદિક બહુ ગુણના દરિયા, ઉપશમ રસજળ ભરીયા; જે પાળે નિત સુધી કિરીયા, ભવસાયર તે તરીયા. ૨ દાન તણે રંગે જે રાતા, શીલગુણે કરી માતા રે; સવિ જગજીવને દિએ જે શાતા, પર વનિતાના ભ્રાતા રે.૩ જેણે છાંડ્યા ઘરના ધંધા, જે પરધન લેવા અંધા રે; જે નવિ બોલે બોલ નિબંધા, તપ તપવે જે જોદ્ધા રે. ૪ પરમેશ્વર આગળ જે સાચા, જે પાળે સુધી વાચાજી; ધર્મકામે કબહી નહી પાછા, જિનગુણ ગાવે જાચા રે. ૫ પાપ તણાં દૂષણ સવિ ટાળે, નિજ વ્રત નિત સંભાળે છે; કામ ક્રોધ વૈરીને ગાળે, તે આતમકુળ અજુવાળે. ૬ નિશદિન ઈસમિતિએ ચાલે, નારી અંગ ન ભાળે છે; શુકલધ્યાન માંહે જે હાલે, તપ તપી કર્મ ગાળે છે. ૭ જે નવિ બોલે પરની નિંદા, જે અમીરસ કંદાજી; જેણે ગોડ્યા ભવના ફંદા, તસ દેખત પરમ આનંદાજી. ૮ જે પૂજે ભાવે જિન ઈદા, સૌમ્ય ગુણે જિમ ચંદાજી; ધમેં ધીર ગુરુ ચિરનંદા, નય કહે હું તસ બંદાજી. ૯
. ૪૦૭. મુનિની સાચો (૨) અવધૂ નિરપક્ષ વિરલા કોઈ, દેખ્યા જગત સહુ જોઈ. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉત્થા૫ ન હોઈ; અવિનાશી કે ઘરકી બાતાં, જાગે નર સોઈ અવ૦ ૧ રાય રંકમેં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે; નારી નાગણકો નહી પરિચય, તે શિવમંદિર દેખે. અવ૦ ૨ નિન્દા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણે;
સક્ઝાય સરિતા