SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ હાથને હડસેલે ઘર ભેગા થાશો રે, ઉપર પડશે પાટુના પ્રહાર. ૬ ઘોડા થઈને રે ગાડીઓ ખેંચશો રે, ઉપર પડશે ચાબૂકના પ્રહાર; ચોકડું બાંધીને ઉપર બેસશે રે, રાયજાદા થઈ અસવાર. ૭ ઝાડ થઈને વનમાં ધુજ શો રે, સહેશો વળી તડકો ને ટાઢ; ડાળે ને પાંદડે રે પંખી માળા ઘાલશે રે, ઉપર પડશે કુહાડાના ઘા. ૮ ઉત્તમ નરભવ ફરી ફરી આતમા રે, મેળવવો છે મુશ્કેલ; હીરવિજયની એણી પેરે શિખડી રે, તમે સાંભળજો અમૃત વેલ. ૯ ૪૦૫. માંકડની સઝાય માંકડનો ચટકો દોહિલો કેહને નવિ લાગે સોહિલો રે, માંકડ મૂછાળો એ તો નિર્લજજને નહિં કાન એહને હીયડે નહિં શાન રે... માંકડ મૂછાળો ૧ એ તો પાટ-પલંગમાં આવે ચટકો દેઈ છાનો જાને રે, માંકડ મૂછાળો રાતે રાણો થઈને ફરતો રાજા-રાણીથી નવિ ડરતો રે... માંડ મૂછાળો ૨ એતો ચરણા ચીર છોડાવે નર-નારીની નિંદ ગાવે રે, માંકડ મૂછાળો ગિરૂઆ ગુણસાગર સાધ તેહની તમે રાખજો લાજ રે... માંકડ મૂછાળો ૩ વરસાલે થાયે મદમાતો શીયાલે સુહાલો સાતો રે, માંકડ મૂછાળો ખાટ માંહે ખલ ગોત્રજ ખોટા સવિ સરિખા નાના-મોટા રે... માંકડ મૂછાળો ૪ એ તો ન જુએ ઠામ-કુઠામ એહને પેટ ભર્યા શું કામ રે, માંકડ મૂછાળો એ તો હરામી હઠીલી જાત એહને રૂડી લાગે છે રાત રે... માંકડ મૂછાળો ૫ લોહી પી થાયે રાતો લાલ એ તો સોડ માંહેલો સાલ રે, માંડ મૂછાળો એ ઉપકાર તણી મતિ આણી ચટકો દઈ સજજ કરે પ્રાણી રે... માંકડ મૂછાળો ૬ ગુણી હો તો ગુણ કરી લેજો માંકડને દોષ મ દેજો રે, માંડ મૂછાળો સક્ઝાય સરિતા ૬૭૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy