________________
તે માંહેથી જો કાજ સરે તો, સાધુ ઘર કેમ છોડે છે. આ૦ ૭ માયા મમતા વિષય સહુ ઠંડી, સંવર ક્ષમા એક કીજે છે; ગુરુ ઉપદેશ સદા સુખકારી, સુણી અમૃતસર પીજે છે. આ૦ ૮ જેમ અંજલીમાં નીર ભરાણું, ક્ષણ ક્ષણ ઓછું થાય છે; ઘડી ઘડીએ ઘડીયાળા વાજે, ક્ષણ લાખેણી જાય છે. આ૦ ૯ સામાયિક મન શુદ્ધ કીજે, શિવરમણી ફલ પામીજે જી; માનવભવ મુક્તિનો કામી, તેમાં ભરોશો શાનો લીજે છે. આ૦ ૧૦ દેવગુરુ તમે દઢ કરી ધારો, સમકિત શુદ્ધ આરાધો છે; છક્કાય જીવની રક્ષા કરીને, મુક્તિનો પંથ જ સાધો છે. આ૦ ૧૧ હૈડા ભીતર સમતા રાખો, જનમ ફરી નવિ મલશે જી; કાયર તો કાદવમાં ખુંતા, શૂરા પાર ઉતરશે જ. આ૦ ૧૨ ગુરુ કંચન ગુરુ હીરા સરિખા, ગુરુ જ્ઞાનના દરિયા છે; કહે અભય સદ્ગુરુ ઉપદેશે, જીવ અનંતા તરીયા જી. આ૦ ૧૩
[] ૪૦૪. મનુષ્યભવની સઝાય મનુષ્ય ભવનું ટાણું રે, કાલે વહી જશે રે, અરિહંતના ગુણ ગાવો નર નાર; રત્ન ચિંતામણિ આવ્યો હાથમાં રે, ભગવંતના ગુણ ગાવો નર નાર. ૧ બળદ થઈને રે ચીલાએ ચાલશો રે, ચઢશો વળી ચોરાશીની ચાલ; ચોકડું બાંધીને ઘાણીએ ફેરવશે રે, ઉપર બેસી મૂરખ દેશે માર. ૨ કૂતરા થઈને ઘર ઘર ભટકશો રે, ઘરમાં પેસવા નહીં દે કોય; કાનમાં કીડા રે પડશે અતિ ઘણાં રે, ઉપર પડશે લાકડીઓના માર. ૩ ગધેડા થઈને રે ગલીઓમાં ભટકશો રે, ઉપાડશો અણતોલ ભાર; ઉકરડાની ઓથે રે જઈને ભૂકશો રે, સાંજ પડે ધણી ન લીએ સંભાળ.૪ ભૂંડ થઈને પાદર ભટકશો રે, કરશો વળી અશુચિનો આહાર; નજરે દીઠા રે કોઈને નવિ ગમો રે, ઉપર પડશે પથ્થરના પ્રહાર. ૫ ઊંટ થઈને રે બોજો ઉપાડશો રે, ચરશો વળી કાંટા ને કંથાર;
६७४
સઝાય સરિતા