________________
૩૯૯. મનની સજઝાયો (૧) ક્યાં કરું મન સ્થિર નહી રહતા, અધર ફરે મન મેરા રે; યહ મનકો બેરબેર સમજાયા, સમજ સમજ મન મેરા રે. ૧ બેઠ કહું તો ઉઠ ચલત હે, મન દોડે મન ધીરા રે; પલક પલક મન સ્થિર નહી રહેતા, કોણ પનીયારા મન મેરા રે. ૨ કુડ કપટ મહ વિષ ભરીયો, પરનારી સંગ કે ૨ રે; ભવભવમાં જીવ કાલ ભટકતો, ફોગટ ફરીયા ફેરા રે. ૩ કુટુંબ કબીલા માલ ખજાના, ઈસમેં નહિ કોઈ તેરા રે; સાંજ ભઈ જબ ઉઠ ચલેગા, જંગલ હોગા ડેરા રે. ૪ કહત આનંદઘન મન સમજાયા, મન કાયર મન સુરા રે; મનકા ખેલ અજબકા પ્યાલા, પીએ સો પવન હારા રે. ૫
૪૦૦. મનની સજઝાયો (૨) મન માંકલડું આણા ન માને, અરિહંત કહો કિમ કીજે રે; રાત દિવસ હિડે હલફલતું, શીખામણ શી દીજે રે. મન. ૧ રાજમાર્ગ મૂકી બાપડલું, ઉવટ વાટે જાવે રે; આઠ પહોર અટતો નિરંતર, તપતો કિમહી ન થાવે રે. મન૦૨ ક્ષણ ધરાયો ક્ષણ ભૂખ્યો, ભૂંડો ક્ષણ રૂપે ક્ષણ તુસે રે; ધર્મ તણા ફળ સરસ ન ચાખે, પાપ તણા ફળ લુસે રે. મન૦ ૩ લાખ ચોરાશી ચાચર ચઢીયો, રંકપણે રડવડીઓ રે; ધર્મ વિના તે ભવ ભવ હીંડે, કર્મ તણે વશ પડીઓ રે. મન૦ ૪ આશા બાંધે ડુંગર જેવડી, ચેવડ કીમહી ન પહોંચે રે; ચિંતા જાળ પડયું પસ્તાવે, પરવશ પડીઉ વિગુચે રે. મન, ૫ મૂળ મંત્ર ને તંત્ર કરીને, મન માંકડ વશ આણે રે; પભણે પ્રીતવિમલ મન સાચે, એહને સહુએ વખાણે રે મન- ૬
૪૦૧. મનની સજઝાયો (૩) મનાજી તું તો જિન ચરણે ચિત્ત લાય, તેરો અવસર વિત્યો જાય, ઉદર ભરણ કે કારણ રે, ગૌઆ વનમેં જાય; ચારો ચરે ચિહું દિશિ ફરે રે, વાંકુ ચિત્તડું વાછરીયામાંય. મના૦ ૧
સક્ઝાય સરિતા
६७१