________________
નવકારસી પોરસી નહિંજી રે, નહિં પોષધ ઉપવાસ; રાત્રે ચોવિહાર નહિં બનેજી, બાંધ્યો બીડીએ પાસ રે. પ્રાણી૦૫ મુખ ગંધા માનવ તણીજી રે, નાત વધારે જાય; વાર્યા ન વળે બાપડાજી, પછી ઘણાં પછતાય રે. પ્રાણી૬ દાંત પડે આંખ્યું ગળજી રે, અતિશય થાય હેરાન; ધર્મરતન ચેતો હજી રે, લ્યો બીડી પચ્ચખાણ રે. પ્રાણી ૭
[] ૩૯૮: ભવિષ્યની સજઝાય ભવિષ્યમાં લખ્યું હોય તે થાય, ડહાપણ કોઈનું કામ ન આવે, ક્રોડ કરોને ઉપાય. ભ૦ ૧ રાજાને મન રઢ જ લાગી, ત્યારે મૃગયા રમવા જાય; સાધુ મુનિ સંતાપ્યા ત્યારે, સર્પ સે શું થાય. ભ૦ ૨ મંગલ મુહૂરત શુભ ચોઘડીયું, પ્રથમ ગ્રહ પૂજાય; જાણ જોશી જાણતાં છતાં, રંગભેર શીદને રંડાય. ભ૦ ૩ રામચંદ્રજી જાણતાં છતાં, વનમાં શીદને જાય; સતી સીતાને કલંક આવ્યું, ત્યારે રાવણ રણમાં રોલાય. ભ૦ ૪ અજુન-ભીમ-નકુલ-સહદેવ, રાજા ધમ કહેવાય; પાંચ પાંડવ જાણતાં છતાં, દ્રૌપદી શીદને લુંટાય. ભ૦ ૫ ચંદનબાળા ચૌટે વેચાણી, રાખ્યા છે મૂળાને ઘેર; હાથે પગે બેડી ડસકલાં એમને, રાખ્યાં છે ગુમ ભંડાર. ભ૦ ૬ સતી સુભદ્રાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી છે આળ; જીવાએ કરી તરણું કાઢ્યું ત્યારે, મુનિને કપાળે ટીલું થાય. ભ૦૭ સતી અંજનાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી છે આળ; માબાપે પણ પાણી ન પાયું, કાઢ્યા છે ઉજ્જડ વનવાસ. ભ૦ ૮ હીરવિજય ગુરુ હીરલો, લબ્ધિવિજય ગુણ ગાય; માણેકવિજય ગુરુ ઈમ ભણે, તમે સાંભળી લેજો સાર. ભ૦ ૯
६७०
સઝાય સરિતા