SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પાંચ સાહેલી મલીને, હીલમીલ પાણી જાય; તાળી દિયે ખડ ખડ હસે રે, વાંકું ચિત્તડું ગાગરીયા માય. મનાજી૦ ૨ નટવો નાચે ચોકમાં રે, લખ આવે લખ જાય; વંશ ચઢી નાટક કરે રે, વાંકું ચિત્તડું દોરડીયા માય. મનાજી૦ ૩ સોની સોનાના ઘાટ ઘડે રે, વળી ઘડે રૂપાના ઘાટ; ઘાટ ઘડે મન રીઝવે રે, વાંકું ચિત્તડું સોનૈયા માંચ. મનાજી૦ ૪ જુગટીયા મન જુગટું રે, કામિનીને મન કામ; આનંદઘન એમ વિનવે રે, ઐસો પ્રભુ કો ધર ધ્યાન. મનાજી૦ ૫ [X] ૪૦૨. મનની સજઝાયો (૩) ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો ભમીયો દિવસે ને રાત માયાનો બાંધ્યો પ્રાણીઓ ભમે પરિમલ જાત... ભૂલ્યો૦ ૧ કુંભ કાચો રે કાયા કારમી તેહનો કરો રે જતન્ન વિણસતાં વાર લાગે નહી નિર્મળ રાખો રે મન... ભૂલ્યો૦ ૨ કેના છોરૂ ને કોના વોછરૂં કેના માયને લાય અંત રે જાવું છે એકલું સાથે પુણ્યને પાપ... ભૂલ્યો૦ ૩ જીવને આશા ડુંગર જેવડી મરવું પગલાં રે હેઠ ધન સંચી સંચી રે કાંઈ કરો કરો ધ્રુવની વેઠ... ભૂલ્યો૦ ૪ ધંધો કરી ધન મેળવ્યું લાખ ઉપર ક્રોડ મરણની વેલા રે માનવી લીધો કંદોરો છોડ... ભૂલ્યો પ મૂરખ કહે ધન માહરૂં ધોખે ધાન ન ખાય વસ્ત્ર વિના જઈ પોઢવું લખપતિ લાકડા માય... ભૂલ્યો૦ ૬ ભવસાગર દુ:ખ જલે ભર્યો તરવો છે રે તેહ ૬૭૨ વધમાં ભય સબળો થયો કર્મ વાયરો ને મેહ... ભૂલ્યો૦ ૭ લખપતિ છત્રપતિ સવિ ગયા ગયા લાખ બે લાખ ગર્વ કરી ગોખે બેસતા સર્વ બળી થયા રાખ... ભૂલ્યો૦ ૮ ધમણ ધખતી રે રહી ગઈ બુઝ ગઈ લાલ અંગાર એરણકો ઠબકો મીટ્યો ઉઠ ચાલ્યો રે લુહાર... ભૂલ્યો૦ ૯ ઉવટ મારગ ચાલતા જાવુ પેલે રે પાર આગળ હાટ ન વાણીયો શંબલ લેજો રે સાથ... ભૂલ્યો૦ ૧૦ સાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy