SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ માસખમણની તપસ્યા કરે રે, અથવા પંજર કરાવે જેહ રે; એહવા ક્રોડ મંજર કરતાં થકાં રે, કાંબલિયું આપ્યાનું ફળ એહ રે. ગો૦ ૯ સહસ અધ્યાસી દાનશાળા તણો રે, ઉપજે પ્રાણીને પુન્યનો બંધ રે; સ્વામી સંઘાતે ગુરુ સ્થાનકે રે, પ્રવેશે થાએ પુન્યનો બંધ રે. ગો. ૧૦ શ્રી જિનપ્રતિમા સોવનમય કરે રે, સહસ અધ્યાસી પ્રમાણ રે; એકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઈયાવહી પડિક્કમતાં ફલ જાણ રે. ગો. ૧૧ આવશ્યક પન્નવણા જુગતે ગ્રંથમાં રે, ભાખ્યો એ પડિકમણાનો સંબંધ રે; જીવા ભગવઈ આવશ્યક જોઈને રે, સ્વમુખ ભાખે વીરજિણંદ રે. ગો૦૧૨ વાચક જસ કહે શ્રદ્ધા ધરો રે, પાલે શુદ્ધ પડિક્કમણાનો વ્યવહાર રે; અનુત્તર સમ સુખ પામે માટે મોટકું રે, પામશે ભવિજન ભવજલ પાર રે. ગો૦૧૩ ૩૯૪. પાંચ ગતિની સજઝાયો (૧) આરંભ કરતો રે જીવ છોડી શકે નહિ, ધન મેલણ તૃષ્ણા અપારો; ઘાત કરે પંચેન્દ્રિય જીવનો, વળી કરે મધ માંસનો આહારોજી, એ ચાર પ્રકારે રે જીવ જાયે નારકી. ૧ કુડકપટ ને ગૂઢ માયા કરે, વળી બોલે મૃષાવાદજી; કુંડા તોલા ને કુડાં રાખે માપલાં, ખોટા લેખ લખાયજી, એ ચાર પ્રકારે રે જીવ જાય તિર્યંચમાં. ૨ ભદ્રિક પરિણામે રે સરલ સ્વભાવથી, વળી વિનયતણાં ગુણ ગાયજી; દયાભાવ રાખે જે દીલમાં, મત્સર નહી ઘટમાંયજી, એ ચાર પ્રકારે રે જીવ જાય મનુષ્યમાં. ૩ સરાગપણાથી રે પાળે સાધુપણું, વળી શ્રાવકનાં વ્રત બારજી; અજ્ઞાનકટ ને અકામ નિર્જરા, તિણશું સુર અવતારો છે, એ ચાર પ્રકારે રે જીવ થાય દેવતા. ૪ જ્ઞાનથી જાણે રે જીવ-અજીવને, શ્રદ્ધાથી સમક્તિ થાય છે; ચારિત્રથી રોકે નવાં કર્મ આવતાં, તપથી પૂર્વલાં કર્મ ખપાવેજી. સઝાય સરિતા ૬ ૬૭
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy