________________
એ ચાર પ્રકારે રે જીવ જાય મોક્ષમાં. ૫ આર્ત-રૌદ્રધ્યાન બેઉ પરિહરો, ધર્મ-શુક્લ ધરો ધ્યાનજી; પર પરિણતિ તજી નિજપરિણતિ ભજો, તો જીવનું શિવનિશાનજી.
મતિ પ્રમાણે રે ગતિ થાય જીવની; [2] ૩૯૫. પાંચ ગતિની સજઝાયો (૨) આરંભ કરતો જીવડો રે સેવે પાપ અઢાર; ક્રોધ-લોભ-તૃષ્ણા ઘણી રે મધમાંસ કરે આહાર, સોભાગી પ્રાણી ! જો જો આપ કમાઈ. ૧ અતિનિર્દય બની કરી રે, પંચેંદ્રિય કરે ઘાત; વેર-વિરોધ ઘણાં કેળવે રે, તેહનો નરકમાં પાત. ૨ ફૂડ-કપટ છલપ્રપંચ ઘણાં રે, લુંટણવૃત્તિ ધરનાર; ક્રૂડા તોલા કૂડા માપલા રે, કેળવે માયા અપાર. ૩ ખોટા લેખ લખે ઘણાં રે, જુઠા બોલા કહેવાય; ખોટી સાક્ષીઓ જે પૂરે રે, તિર્યંચગતિમાં તે જાય. ૪ સરલ સ્વભાવી આતમા રે, પરિણામે ભદ્રિક હોય; વિનય વિવેક દિલમાં વસે રે, દૂભવે ન જીવને કોય. ૫ પરસુખે સુખીયો રહે રે, પરદુઃખે દુઃખીયો થાય; જિનવર ધર્મ આરાધતો રે, ફરી મનુષ્યભવ પાય. ૬ ચારિત્ર પાળે સરાગથી રે, શ્રાવકનાં વ્રત બાર; અજ્ઞાન તપ કરે આકરા રે, સહેતો કટ અપાર. ૭ કોઈ કેશલુંચન કરે રે, કોઈ જટા શિર ધરાય; એવી અકામ નિર્જરા થકી રે, સામાન્ય દેવ તે થાય. ૮ જિનાગમ ભણવા થકી રે, જાણે ધર્મ અધર્મ; જડ-ચેતનના ભેદનો રે, પામે તેહનો મર્મ. ૯ ચારિત્ર રોકે નવા કર્મને રે, જુના કર્મ તપથી અપાય; સમભાવે રમતો થકો રે, તે જીવ મોક્ષમાં જાય. ૧૦
સઝાય સરિતા