________________
શ્રી મુખ વીર ઈમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રતે જાણ લાલ રે; લાખ ખાંડી સોના તણી; દીયે દિન પ્રત્યે દાન લાલ રે. કર૦૨ લાખ વર્ષ લગે ને વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલ રે; એક સામાયિકને તોલે, નાવે તેહ લગાર લાલ રે. કર૦ ૩ સામાયિક ચઉવીસન્થો, ભલું વંદન દોય દોય વાર લાલ રે; વ્રત સંભારો રે આપણા, તે ભવ કર્મ નિવાર લાલ રે. કર૦ ૪ કર કાઉસ્સગ્ગ શુભ ધ્યાનથી, પચ્ચકખાણ સૂધુ વિચાર લાલ રે; દોય સઝાયે તે વળી, ટાળો ટાળો અતિચાર લાલ રે. કર૦ ૫ શ્રી સામાયિક પ્રમાદથી, લહીયે અમર વિમાન લાલ રે; ધર્મસિંહ મુનિ એમ ભણે, એ છે મુક્તિ નિદાન લાલ રે. કર૦ ૬
૩૯૩. પ્રતિક્રમણની સઝાયો (૩) ગોયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધ રે; પ્રતિક્રમણથી છ્યું ફળ પામીએ રે, શું શું થાયે પ્રાણીને બંધ રે. ગો. ૧ સાંભળો ગોયમ જે કહું પુન્યથી રે, કરણી કરતાં પુન્યનો બંધ રે; પુન્યથી બીજે અધિકો કો નહિ રે, જેથી થાયે સુખ સંબંધ રે. ગો૦ ૨ ઈચ્છા પડિક્કમણું કરી પામીએ રે, પ્રાણી પુન્યનો બંધ રે; પુન્યની કરણી જે ઉવેખશે રે, પરભવ થાશે અંધોઅંધ રે. ગો૦ ૩ પાંચ હજાર ઉપર પાંચશે રે, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે; જીવાભિગમ ભગવાઈ પન્નવણા રે, મૂકે ભંડારે પુન્યની રેહ રે. ગો. ૪ પાંચ હજાર ઉપર પાંચશે રે, ગાયો ગર્ભવતી જે હ રે; તેહને અભયદાન દેતાં થકાં રે, મુહપત્તિ આપ્યાનું પુન્ય એહ રે. ગોળ ૫ દસ હજાર ગોકુલ ગાયો તણી રે, એકે કો દશ હજાર પ્રમાણ રે; તેહને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણીને નિરવાણ રે. ગો૦ ૬ તેથી અધિકું ઉત્તમફળ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણ રે; ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશે પામે પરિમલ નાણ રે. ગો૦ ૭ શ્રી જિનમંદિર અભિનવ શોભતાં રે, શિખરનું ખરચ કરાવે જેહ રે; એકે કો મંડપ બાવન ચૈત્યનો રે, ચરવલો આપ્યાનું પુન્ય એહ રે. ગો૦ ૮
સાય સરિતા