SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ છડીદાર ચોપદાર ઉભા ચામરછત્ર ધરંત... રૂપિયાની શોભારે શી કહું ૧ હાથી-ઘોડા રે આંગણે સોના-રૂપાના સાજ જડીયા મોતીને હીરલે એ સહુ ભાઈની લાજ... રૂપિયાની શોભારે શી કહું ૨ કસબી સેલા ને પાલખી રથ ધોરી ઘુઘર માળ સેવક દોડે રે મલપતાં એ ધનપાલની ચાલ... રૂપિયાની શોભારે શી કહું ૩ ઉચા મંદિર માળીયાં કોરણીયાળા છે ગોખ ગાદી તક્યિા રે ઢોલીયા બેઠા માણે છે મોજ... રૂપિયાની શોભારે શી કહું ૪ ખરચે ને વાપરે ખંતશું અઢળક દેતાં રે દાન આવો, પધારોજી, સહુ કહે લાડવાયાના માન... રૂપિયાની શોભારે શી કહું ૫ વિવાહ વાજન ઉજળા સંઘપતિ માન ધરાય સંઘ ચલાવે રે તીરથે સહુએ રૂપિયા પસાય... રૂપિયાની શોભારે શી કહું ૬ ગરથ વિહુણો રે ગાંગલો ગરથે ગાંગજી શેઠ ગરથ વિનાના રે પ્રાણીયા દીઠા કરતાં રે વેઠ.. રૂપિયાની શોભારે શી કહું ૭ સંગ્રામ સોની રે વાપરે મહોરો છત્રીસ હજાર વસ્તુપાલ તેજપાળ ઉજળા એ સહુ ભાઈના ઉપકાર... રૂપિયાની શોભારે શી કહું ૮ પામી ખરચે નહિં લોભીયા સંચે બહોળી રે આથા મમ્મણ સરિખારે પ્રાણીયા જાય ઘસતા રે હાથ... રૂપિયાની શોભારે શી કહું ૯ જિનપતિ ગણપતિ ઈમ કહે જીવને છે દશપ્રાણ રૂપિયા શેઠજીને જગ કહે એ અગીયારમો પ્રાણ... રૂપિયાની શોભારે શી કહું ૧૦ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy