________________
મુનિ લાવણ્યસમય ભણેજી, એ સવિ પુણ્ય પ્રમાણ રે. જીવડા૦૧૫ [+] ૩૮૯. પૈસાની સજ્ઝાયો (૧)
પૈસા પૈસા પૈસા તારી વાત લાગે પ્યારી રાત-દિવસ પૈસા ને માટે ભટકે નર ને નારી...
રે ભાઈ ! ભટકે નરને નારી-૧
ભણવું-ગણવું પૈસા માટે પૈસો ઘેબર-ઘારી પૈસાથી બાલુડા છાના પૈસે મોટી યારી...
રે ભાઈ ! પૈસે મોટી યારી-૨
પૈસાથી પરમેશ્વર નાના પૈસો દેવ વેચાવે પૈસાની પૂજારી દુનિયા પૈસો નાચ નચાવે...
રે ભાઈ ! પૈસા નાચ નચાવે-૩
હિંસા-ચોરી પૈસા માટે પૈસો સર્વે વહાલું આજીજી પૈસાને માટે વેણ બોલવું કાલું...
રે ભાઈ ! વેણ બોલવું કાલું-૪ પૈસા માટે નોકર રહેવું પૈસા માટે શેઠો પૈસા માટે રાજા-રચૈત પૈસા માટે વેઠો...
રે ભાઈ ! પૈસા માટે વેઠો-પ
પૈસા આગળ ગુરૂ નકામા પૈસા માટે દોડે પૈસા માટે ગાંડો-ઘેલો ઝંખ્યો માથું ફોડે...
રે ભાઈ ! ઝંખ્યો માથું ફોડે-૬
પૈસાથી વહાલા છે બાપા પૈસા માટે છાપા પૈસાના લોભે છે ટંટા યુદ્ધે કાપં કાપા...
રે ભાઈ ! યુદ્ધે કાપં કાપા-છ જન સાચા ત્યાગી
પૈસાથી દૂરે જે રહેતાં તે બુદ્ધિસાગર નિર્લોભીજન મુનિવર છે વૈરાગી...
રે ભાઈ ! મુનિવર છે વૈરાગી-૮
૩૯૦. પૈસાની સજ્ઝાયો (૨) દેશ મુલકને પરગણે હામ હુકમ કરત
સજ્ઝાય સરિતા
૬૬૩