________________
મોટા મંદિર માળીયાજી, વિશ્વ તણો આધાર રે. જીવડા૦ ૨ ભરીયાને સહુકો ભરેજી, વૂક્યા વરસે મેહ, સુખીયાના સહુ કો સગાઇ દુઃખીયાશું નહીં નેહ રે. જીવડા૦ ૩ બેઉ નર સાથે જનમીયાજી, એવડો અંતર આજ; એક માથે ભારો વહેજી, એક તણે ઘેર રાજ રે. જીવડા૪ એક સુખીયા દીસે સદાજી, દુઃખીયા એક જ હોય; સુખ દુઃખ બેઉ આંતરૂજી, પુણ્ય તણાં ફળ જોય રે. જીવડા૫ સેવ સુંવાળી લાપસીજી, ભોજન દુર કપૂર; એકને કુશ ઢોકળાંજી, પેટ ન પહોચે પૂર રે. જીવડા ૬ એક ઘર આંગણ મલપતીજી, મીઠાબોલી રે નાર; એક ઘર કાળી કુબડીજી, કોઈ ન ચડે ઘર દ્વાર રે. જીવડા) ૭ એક ચઢી ઘોડે હાલતાજી, એક આગળ ઉભાય; એક નર પોઢે પાલખીજી, એક ઉવાણે પાય રે. જીવડા૦ ૮ એક ઘર બેટા સુંદરજી, રાખે ઘરના સૂત્ર; એક ઘેર દીસે વાંઝીયાજી, એક કુળ ખાંપણ કુપુત્ર રે. જીવડા, ૯ એક પાય પટોળી પહેરેજી, પહેરણ ઝાકઝમાળ; એક તણે નહી પહેરવાજી, ફાટલ-તૂટેલ ચીર રે. જીવડા૧૦ એક ચિહું માંહે જાણીયેજી, વિશ્વમાંહે ચોસાળ; એક નામ ન જાણીયેજી, નામ હોયે ધનપાળ રે. જીવડા૧૧ રોષ ન ધરો માનવીજી, દૈવ ન દેજો રે ગાળ; જો કર વાવ્યા કોદરાજી, તો કેમ લણશો શાળ રે. જીવડા૧૨ દત્તવિણ ગર્વ ન કીજીયેજી, ભોળા મૂરખ લોક, જિમ દીપક તેલ જ વિનાજી, ક્ષણમાં થાએ ફેક રે. જીવડા) ૧૩ પાત્ર કુપાત્રનો આંતરોજી, જોજે કરીને વિચાર; શાલિભદ્ર સુખ ભોગવેજી, પાત્ર તણે અનુસાર રે. જીવડા૦ ૧૪ આણ મ ખંડો જિનતણીજી, શુભ-અશુભ ફળ જાણ;
સક્ઝાય સરિતા
૬ ૬ ૨