________________
છેડે નિજ તનું ધર્મને કાજે, વલી ઉપસર્ગાદિક આવે રે; સત્તાવીશ ગુણે કરી સોહે, સૂકાચાર ને ભાવે રે. તે ૪ જ્ઞાન-દર્શન-ચારિત્ર તણા જે, ત્રિકરણ યોગ આચાર રે. અંગે ધરે નિસ્પૃહતા શુદ્ધિ, તે સત્તાવીસ ગુણ સાર રે. તે૦ ૫ અરિહંત ભક્તિ સદા ઉપદેશે, વાચક સૂરિના સહાઈ રે; મુનિ વિના સર્વ ક્રિયા નવિ સુઝે, તીર્થ સકલ સુખદાઈ રે. તે૦ ૬ પદ પાંચમે ઈણીપરે ધ્યાવો, પંચમી ગતિને સાધો રે; સુખી કરજો શાસનનાયક, જ્ઞાનવિમલ ગુણ વાધો રે. તે ૭
૩૮૭. પાંજરાની સક્ઝાય પાંજરું પોતાનું પોપટ જાળવે જો કાંઈ તું છે ચતુર સુજાણ જો પારધી પુઠે પુંઠે ફરે જો કાંઈ ઓચિંતુ આવશે બાણ જો...પાંજર૦ ૧ કડવા ફળ છે ચાર કષાયના જજે કાંઈ સારું ફળ છે ધર્મ જે સુર-નર સરિખા જાળવે જો એ તો જૈનધર્મનો મર્મ જો... પાંજરૂ૦ ૨ એ રે કાયા પોપટ પાંજરે જો કાંઈ ઈદ્રિયોનો પહેરેલો વેષ જો મૂકી માયા રે જમડા પારધી જો કર્મ સુથારે ઘડીયું તેહ જો. પાંજરૂ૦૩ કડવા કષાયલા ખાટાં ખારવા જો તેમાં બોળીશ નહિં ચાંચ જો સારૂં ફળ હોય તો સેવજો જો એમ કવિયણ કહે કરજોડ જો... પાંજરૂ૦ ૪ તું જઈ બેસજે ઝાડવે ઝાડવે જો ત્યાં મળશે કોઈક પોપટડાનો સાથ જે કોઈક આવશે તુજને તેડવા જો કહે કાંતિવિજય કરજોડ જો...
પાંજરૂ૦ ૫ ૩૮૮. પુણ્યફળની સજઝાય સરસ્વતિ સામિણી પય નમીજી રે, પ્રણમી સદગુરૂ પાય, દાન તણાં ગુણ હું ભણુંજી, સાંભળતા સુખ થાય. રે જીવડા ! દીધાના ફળ જોય.......... વિણ દીધાં કેમ પામીએજી, હૃદયે વિચારી જોય રે. ૧ એક ઘેર ઘોડા હાથીયાજી, પાયક સંખ્યા ન પાર;
સક્ઝાય સરિતા
૬૬૬