________________
ગોત્રર્મના નાશથી રે લાલ, નિજ પ્રગટ્યા જસ ભાવ રે. હું ન૦ ૫ અનંતવીર્ય આતમતણું રે લાલ, પ્રગટ્યો અંતરાય નાશ રે. હું આઠે કર્મ નાશી ગયા રે લાલ, અનંત અક્ષય ગુણવાસ રે. હું૦ ન૦ ૬ ભેદ પંદર ઉપચારથી રે લાલ, અનંતર પરંપર ભેદ રે. હું નિશ્ચયથી વીતરાગના રે લાલ, ત્રિકરણ કર્મ ઉચ્છેદ રે. હું૦ ન૦ ૭ જ્ઞાનવિમલની જ્યોતિમાં રે લાલ, ભાસિત લોકાલોક રે; હું તેહના ધ્યાન થકી થશે રે લાલ, સુખીયા સઘળાં લોક રે. હું ન૦ ૮
ઢાળ ૩ : આચારી આચાર્યનું છે, ત્રીજે પદે ધરો ધ્યાન; શુભ ઉપદેશ પ્રરૂપતાં', કહ્યા અરિહંત સમાન. સૂરીશ્વર નમતાં શિવસુખ થાય, ભવોભવનાં પાતિક જાય. ૧ પંચાચાર પલાવતાં, આપણતે પાલત; છત્રીશ છત્રીશી ગુણે કરી, અલંકૃત તનુ વિલસંત. સૂ૦ ૨ દર્શન જ્ઞાન ચારિત્રના, એકેક આઠ આચાર; બારહ તપ આચારનાજી, ઈમ છત્રીશ ઉદાર. સૂ૦ ૩ પડિ રૂપાદિક ચૌદ છે, વલિ દશવિધ યતિ ધર્મ; બારહ ભાવના ભાવતાંજી, એ છત્રીશ મર્મ. સૂ૦ ૪ પંચેન્દ્રિય દમે વિષયથીજી, ધારે નવનિધ બ્રહ્મ; પંચ મહાવ્રત પોષતાજી, પંચાસાર સમર્થ. સૂ૦ ૫ સમિતિ-ગુમિ શુદ્ધિ ધરેજી, ટાળે ચાર કષાય; એ છત્રીશી આદરેજી, ધન્ય ધન્ય તેહની માય. સૂ) ૬ અપ્રમતે અર્થ ભાખતાંજી, ગણિ સંપદ જે આઠ; છત્રીશ ચઉ વિનયાદિકેજી, એમ છત્રીશે પાઠ. સૂ) ૭ ગણધર ઉપમા દીજીએજી, યુગ પૃધાન કહાય; ભાવ ચારિત્રી એહવા, જિહાં જિન માર્ગ ઠરાય. સૂ) ૮ જ્ઞાનવિમલ ગુણ ગાવતાંજ, ગાજે શાસન માંહી; તે વાંધી નિર્મળ કરોઇ, બોધિ બીજ ઉચ્છાંહી. સૂ૦ ૯
// સઝાય સરિતા
૬૫૯