SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ જો લાગી તો સર્વસ્વ લૂંટે, રૂઠી તો રાક્ષસી તોલે રે; એમ જાણીને અળગા રહેજો, ઉદયરત્ન ઈમ બોલે રે. ૬ ૩૮૬. પંચ પરમેષ્ઠીની સઝાય ઢાળ ૧ ઃ વારી જાઉં શ્રી અરિહંતની, જેહના ગુણ છે બાર; મોહન પ્રાતિહારજ આઠ છે, મૂલ અતિશય ચાર. મો૦ વા૦ ૧ વૃક્ષ અશોક સુર કુસુમની, વૃષ્ટિ દિવ્ય ધ્વનિ વાણ; મો. ચામર-સિંહાસન-દુંદુભિ, ભામંડલ છત્ર વખાણ. મો. વા. ૨ પૂજા અતિશય છે ભલો, ત્રિભુવન જનને માન; મો. વચનાતિશય જોજન ગામી, સમજે ભવિઅ સમાન. મો. વા. ૩ જ્ઞાનાતિશય અનુત્તર તણા, સંશય છેદનહાર; મો૦ લોકાલોક પ્રકાશતાં, કેવલજ્ઞાન ભંડાર. મો૦ વા૦ ૪ રાગાદિક અંતરરિપુ, તેનો કીધો અંત; મો૦ જિહાં વિચરે જગદીશ્વરૂ, તિહાં સાતે ઈતિ સમંત મો. વા. ૫ એહવા અપાયાપનમનો, અતિશય અતિ અદ્ભુત, મોટા અહર્નિશ સેવા સારતા, કોડી ગમે સુર હુંત. મો૦ વા૦ ૬ માર્ગ શ્રી અરિહંતનો, આદરીયે ધરી નેહ; મો૦ ચાર નિક્ષેપે વાંદીયે, જ્ઞાનવિમલ ગુણ ગેહ. મો૦ વા૦ ૭ ઢાળ ૨ : નમો સિદ્ધાણં બીજે પદે રે લાલ, જેહના ગુણ છે આઠ રે; હું વારી લાલ; શુક્લધ્યાન અનલે કરી રે લાલ, બાળ્યા કર્મ કઠોર રે. હું ન૦ ૧ જ્ઞાનાવરણી ક્ષયે કહ્યું રે લાલ, કેવલ જ્ઞાન અનંત રે; હું દર્શનાવરણીય ક્ષયથી થયા રે લાલ, કેવલ દર્શન કંત રે. હું ન૦ ૨ અક્ષય અનંત સુખ સહજથી રે લાલ, વેદની કર્મનો નાશ રે; હું મોહનીય ક્ષયે નિર્મલો રે લાલ, ક્ષાયિક સમકિત વાસ રે. હું૦ ન૦ ૩ અક્ષય સ્થિતિ ગુણ ઉપજ્યો રે લાલ, આયુ કર્મ અભાવ રે, હું નામકર્મ ક્ષયે નિપન્યો રે લાલ, રૂપાદિક ગત ભાવ રે. હું નવ ૪ અગુરુલઘુ ગુણ ઉપન્યો રે લાલ, ન રહ્યો કોઈ વિભાવ રે; હું ૬૫૮ સક્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy