________________
[7] ૩૮૪. પચ્ચખાણની સજઝાય નવકારશી કરે તો મારે મન વસી રે પોરસીના કરૂં પચ્ચખાણ, સતીય શિરોમણી () એકાસણા રૂપી બે મોતીડા રે નવી રૂપી નવસેરો હાર, સતીય શિરોમણી (૨) આંબિલરૂપી ઝાલ ઝબુકતી રે ઉપવાસે ઝબુકીયા મોર, સતીય શિરોમણી (ર) ૧ ત્રણ ઉપવાસે ત્રિભુવન મોહી રહ્યા રે પાંચ ઉપવાસે મોહ્યો ગુજરાત,
સતીય શિરોમણી (૨) આઠ ઉપવાસે આઠ કર્મક્ષય કર્યા એ દશ ઉપવાસે તાયો સંસાર,
સતીય શિરોમણી (રે) ૨ પન્નર ઉપવાસે ઈદ્રના બેસણાં રે માસનમણે મુક્તિનો વાસ, સતીય શિરોમણી () એવા તપતપીયા બ્રાહ્મી સુંદરી રે રામતી સુકુમારી, સતીય શિરોમણી (ર) ૩ ધર્મે ભવ સફલો કીજીયે રે ધર્મના ચાર પ્રકાર, સતીય શિરોમણી (૨) દાન-શીયલ-તપ-ભાવના રે તેહથી ભવજલ પાર, સતીય શિરોમણી (રે) ૪ દાનદઈ લાહો લીજીયે રે દાનથી જય જયકાર, સતીય શિરોમણી (૨) તપ તપ કર્મ ખપાવીયા રે જ્ઞાનવિમલ સુખકાર, સતીય શિરોમણી (રે) ૫
૩૮૫. પરસ્ત્રી વર્જવાની સઝાય પ્રભુ સાથે જો પ્રીત વંછો તો, નારી સંગ નિવારો રે; કપટની પેટી કામણગારી, નિત્યે નરક દુવારો રે. ૧ એહની ગત એહ જ જાણે, રખે કોઈ સંદેહ આણો રે, અબળા એવું નામ ધરાવે, સબળાને સમજાવે રે; હરિહર-બહ્મા-પુરંદર સરખા, તે પણ દાસ કહાવે રે. ૨ જાંગ ચીરીને માંસ ખવડાવ્યું, તો પણ ન થઈ એહની રે; મુખની મીઠી દીલની જુઠી, કામિની ન હોય કોઈની રે. ૩ પગલે પગલે મન લલચાવે, શ્વાસોશ્વાસની જુદી રે; ગરજ પડે ત્યારે ઘેલી થાયે, કામ સરે જાયે કુદી રે. ૪ કરણી એહની કહી નવિ જાએ, કામિની તણી ગતિ ન્યારી રે, ગાયું હતું જે નર ગાશે, તેણે સદ્ગતિ હારી રે. ૫
સક્ઝાય સરિતા
૬૫૭