________________
સંપૂરણ પણસય
શ્રી ૬
સાગરનાં જાયે પાતક દૂર રે ઈહ ભવ સર્વ કુશલ મનવાંછિત પરભવ સુખ ભરપૂર રે... યોગી સોવન પુરિસો કીધો શિવકુમરે ઈણે ધ્યાન રે સર્પ મટી હુઈ તિહાં ફૂલમાળા શ્રીમતીને પરધાન રે... યક્ષ ઉપદ્રવ કરતો વાર્યો પરચો એ પરસિદ્ધ રે ચોર ચંડપિંગલને ને હુંડક પામે સુર તણી ઋદ્ધ રે... શ્રી૦ ૮ એ પંચ પરમેષ્ઠિ છે જગ ઉત્તમ ચૌદ પૂરવનો સાર રે ગુણ બોલે શ્રી પદ્મરાજ ગણી મહિમા જાસ અપાર રે... શ્રી ૯
શ્રી
૩૭૭. નવકાર મંત્રની સજ્ઝાય (૩)
(રાગ : ઋષભ જિનરાજ મુજ...)
સમર જીવ એક નવકાર નિજ હેજ શું, અવર કાં આળ-પંપાળ દાખે; વર્ણ સડસઠ નવકારના નવ પદ, સંપદા આઠ અરિહંત ભાખે. ૧ આદિ અક્ષર નવકારના સ્મરણથી, સાત સાગર ટળી જાય દુરા; એક પદ ઉચ્ચરે દુરિત દુ:ખડા હરે, સાગરા આયુ પચાશ પૂરા. ૨ સર્વ પદ ઉચ્ચરતા પાંચશે સાગર, સહસ ચોપન નવકારવાલી; સ્નેહે મન સંહરી હર્ષભર હેજ ધરી, લાખ નવ જાપથી ફુતિ ટાળી. ૩ લાખ એક જાપ જિનપૂજી પૂરા જપે, પદવી પામે અરિહંત કેરી, અશોક તરૂવર તળે આઠ પર્ષદા મીલે, ગડગડે દુંદુભિ નાદ ભેરી. ૪ અષ્ટવલી અષ્ટસય અષ્ટ સહસાવલી, અષ્ટ લાખ જપે અષ્ટ કોડી; કીર્તિવિમલ કહે મુક્તિ લીલા લહે, આપણા આઠ કર્મ વિછોડી. પ
૭
૩૭૮. નવકાર મંત્રની સજ્ઝાય (૪)
કહેજો ચતુરનર ! એ કોણ નારી ધરમી જનને પ્યારી રે
જેણે જાયા બેટા સુખકારી પણ છે બાલ કુમારી રે... કહેજો ૧ કોઈ ઘેર રાતી ને કોઈ ઘેર લીલી કોઈ ઘેર દીસે પીળી રે
સજ્ઝાય સરિતા
પંચ રૂપી છે બાલ કુમારી મનરંજન મતવાળી રે... કહેજો ૨ હઈડા આગળ ઊભી રાખી નયણાશું બંધાણી રે
નારી નહિં પણ મોહનગારી જોગીશ્વરને પ્યારી રે... કહેજો૦ ૩
00
૬૫૩