________________
સિંહલરાય તણે ઘર કુંવરી ભરૂચ્છે કર્યો વિહાર... જિન૦ ૬ નગર પોતનપુર શેઠ તણો સુત મલીયો ત્રિદંડી સાથ
મહાસત્ત્વ મને મંત્ર જપતો ખડ્ગ મૃતકને હાથ... જિન૦ ૭ તેહ વિઘન સવિ દૂરે નાઠાં સોવનપુરિસો પામી
કનકતણું જિનભુવન કરાવી થાપ્યા ત્રિભુવન સ્વામી... જિન૦ ૮ યક્ષ પ્રસન્ન કરી બીજોરૂ લેવે મંત્ર પ્રભાવે
હું ડિક યક્ષને પિંગલ તસ્ક્યુ એહથી સુરપદ પાવે... જિન૦ ૯ સોમદત્તને મણિરથ સિંહથ માવતને કુવિંદ
એમ અનેક પરમેષ્ઠિ ધ્યાને તરિયા ભવિજન વૃંદ... જિન૦ ૧૦ ગર્ભવાસી જીવ ઈમ ચિતવતો ધર્મ કરીસ્સું સાર
જબ જનમ્યો તબ વીસરી વેદન એળે ગયો અવતાર... જિન૦ ૧૧ જિહાં લગે આથ તિહાં સહુ સાતી નિર્ધનને તે મૂકે
ફૂડ કુટુંબતણે હિત કાજે કાં આતમ હિત ચૂકે... જિન૦ ૧૨ યમરાજા કેણે નવિ જીત્યો સુકૃત કર્યું તે પોતે
અવસર બેર બેર નહીં આવે જાય જનમ ઈમ જોતે... જિન૦ ૧૩ સાર એહ છે અસાર સંસારે શ્રીજિનસેવા કરીયે
વિષય કષાયથી રહીને અળગા જ્ઞાનવિમલ ગુણ ધરીયે... જિન૦ ૧૪
[X] ૩૭૬. નવકાર મંત્રની સજ્ઝાય (૨)
શ્રી નવકાર જપો મનરંગે શ્રી જિન શાસન સાર રે
અરિહંત રે
સર્વ મંગલમાં પહેલું મંગલ જપતાં જય જયકાર રે... શ્રી ૧ પહેલે પત્તે ત્રિભુવન જનપૂજિત પ્રણમું શ્રી અષ્ટ કર્મ વર્જિત બીજે પદે ધ્યાવો સિદ્ધ અનંત રે... શ્રી૦ ૨ આચારજ ત્રીજે પદે સમરૂં ગુણ છત્રીસ નિધાન રે ચોથે પદે ઉવજ્ઝાય જપીજે સૂત્ર સિદ્ધાંત સુજાણ રે... શ્રી ૩ સર્વ સાધુ પંચમ પદ પ્રણમું પંચ મહાવ્રત ધાર રે
નવ પદ અષ્ટ ઈહાં છે સંપદા અડસઠ વરણ સંભાર રે... શ્રી૦ ૪
સાત અક્ષર અછે ગુરૂ જેહના એકસઠ લઘુ ઉચ્ચાર રે સાત સાગરનાં પાતક હણાયે પદ પચાશ
૬૫૨
વિચાર રે... શ્રી ૫
સજ્ઝાય સરિતા