________________
પછી માતાને મેં જમના દ્વાર દેખાડ્યા હો જિનવરીયા. ૩
બાંધી મુઠી દોયમાં, લાવ્યો પુષ્ય ને પાપ
ઉવા ઉવા કરી હું રડું, જગમાં હરખ ન માય. પછી પડદામાંથી રંગભૂમિપર આવ્યો હો જિનવરીયા. ૪
પારણીયામાં પોઢીયો, માતા હાલો ગાય,
ખરડાયો મળમૂત્રમાં, અંગુલી મુખમાં જાય, પછી ભીનામાંથી સૂકામાં સુવડાવ્યો હો જિનવરીયા. ૫ | છોટાનો મોટો થયો, રમતો ધુળીમાંય
પિતાએ પરણાવીયો, માતા હરખ ન માય. પછી નારીનો નચાવ્યો થૈ થૈ નાચ્યો હો જિનવરીયા. ૬
કુટુંબ ચિંતા કારમી, ચુંટ કલેજા ખાય
તેથી તો ભલી ડાકીણી, મનડું માંહી મુંઝાય જાણે કોશેટાનો કીડો જાળ ગુંથાણો હો જિનવરીયા. ૭
દાઢો ને દાંતો પડ્યા, નીચા ટળીયા નેણ,
ગાલોની લાલી ગઈ, ખું છું થઈ ગઈ રેણ, પછી ડોસો થઈને ડગમગ ડગમગ ચાલ્યો હો જિન, ૮
ચારગતિના ચોકમાં, નાચ્ચો નાચ અપાર
ન્યાયસાગર નાચ્યો નહીં, રત્નત્રયી મોઝાર જાણે કુમતિનો ભરમાવ્યો કાંઈ નહીં સમજ્યો હો જિન. ૯
૩૭૪. નરકદુઃખની સજઝાય સુણ ગાયામજી, વીર પર્યાપે નરક તણી દુઃખ વારતા; પરનારી સંગત જે કરતા, વળી પાપ થકી પણ નહી ડરતાં,
જમરાયની શંકા નવિ ધરતાં. સુણ૦ ૧ હે શ્રોતાજનો, નરકનાં દુઃખ સુણતા હૈયા થરથરે; હે ગુર્ણવતા, વીરવાણી સાંભળી ધર્મખજાનો ભરો, લોહની પૂતળીને તપાવે છે, અતિ અગ્નિમય બનાવે છે;
તસ આલિંગન દેવરાવે છે. સુણ૦ ૨ પાંચસો જોજન ઉછાળે છે, પછી પટકી ભોંય પછાડે છે;
૬૫૦
સઝાય સરિતા