________________
ઝાંપા સુધી વળાવીને, ઝટ પાછું વાળ. મૂરખ૦ ૫ વન કેરી કાઠી, છાતી ઉપર ભાર; સુંદર વરણી કાયા બળે, ઉડી જશે રાખ. મૂરખ૦ ૬ જે સંભારે અરિહંત, તેને ઉતારે ભવપાર; લબ્ધિવિજય ઈમ કહે, કરો ધર્મના કામ. મૂરખ૦ ૭
. [X ૩૭૨. ધોબીડાની સજઝાય ધોબીડા ! તું ધોજે મનનું ધોતીયું રે રખે રાખતો મેલ લગાર રે એણે રે મેલે જગ મેલો ર્યો રે અણધોયું ન રાખે લગાર રે... ધોબીડા. ૧ જિનશાસન સરોવર સોહામણું રે સમકિત તણી રૂડી પાળ રે દાનાદિક ચારે બારણાં રે માંહી નવતત્વ કમલ વિશાલ રે... ધોબીડાઇ ૨ તિહાં ઝીલે મુનિવર હંસલા રે પીયે છે તપ-જપ નીર રે શમ દમ આદે જે શિલા રે તિહાં પખ લે આતમ વીર રે... ધોબીડા૦ ૩ તપાવજે તપ તડકે કરી રે જાળવજે નવ બ્રહ્મ વાડ રે છાંટા ન ઉડાડે પાપ અઢારનાં રે એમ ઉજળું હોશે તતકાલ રે... ધોબીડા. ૪ આલોયણ સાબુડો સુધો કરે રે રખે આવે માયા સેવાળ રે નિધે પવિત્ર પણું રાખજે રે પછે આપણા નિયમ સંભાળ રે...ધોબીડાઇ ૫ રખે મૂકતો મન મોકળું રે પામેલીને સંકેલ રે સમયસુંદરની શીખડી રે સુખડી અમૃતવેલ રે... ધોબીડા, ૬
[+] ૩૭૩. નટવાની સઝાય હું નટવો થઈને નાટક એવા નાચ્યો હો જિનવરીયાં;
પહેલા નાચ્યો પેટમાં, માતાના બહુવાર,
ઘોર અંધારી કોટડી, કોણ સુણે પોકાર; જીહાં માથું નીચું ને, છાતી મારી ઉચી હો જિનવરીયા. ૧
હાડમાંસનો પીંજરો, ઉપર મઢીયો ચામ;
મળમુત્રામાંહે ભર્યો, માન્યો સુખનો ધામ, જીહાં નવ નવ મહિના ઊંધે મસ્તકે લટક્યો હો જિનવરીયા. ૨
ઊંટ દોડ રોમરોમમાં, કરી ધગધગતી સોય,
કોઈ ભોં કે જો સામટી, કષ્ટ અષ્ટગણું હોય // સક્ઝાય સરિતા
૬૪૯