________________
પાંચમું કીરતીદાન, યાચક જનને હો જે કાંઈ આપીએ; વાધે તેણે યશ વાત, જગમાં સઘળે હો, ભલપણ થાપીએ. ૮ પામી ચિત્ત વિત્ત પાત્ર, જેહથી પ્રાણીઓ હો, અવિચલ સુખ લહે; ધન દેતાં ક્ષણ માત્ર, વિલંબ ન કીજે હો, ઉયરત્ન કહે. ૯
૩૭૦. દાન-શીલ-તપ ભાવની સજઝાય
(રાગ : અહો અહો સાધુજી સમતાના દરીયા) શ્રી મહાવીરે ભાખીયા, સખી ધર્મના ચાર પ્રકાર રે;
દાન-શીયલ-તપ ભાવના, સખી પંચમી ગતિ દાતાર રે. શ્રીમહા૦ ૧ દાને દોલત પામીયે, સખી દાને ક્રોડ કલ્યાણો રે;
દાન સુપાત્ર પ્રભાવથી, સખી યવન્નો શાલિભદ્ર જાણો રે. શ્રીમહા૦ ૨ શિયળે સંક્ટ સવિ ટળે, સખી શિયળે વાંછિત સિદ્ધ રે;
શિયળ સુર સેવા કરે, સખી સોળ સતી પ્રસિદ્ધ રે. શ્રીમહા૦ ૩ તપ તપો ભવિ ભાવશું, સખી તપથી નિર્મળ તન્ન રે; વરસ ઉપવાસી ઋષભજી, સખી ધન્નાદિક ધન્ય ધન્ય રે. શ્રીમહા૦ ૪ ભરતાદિક શુભ ભાવથી, સખી પામ્યા પંચમ ઠામ રે; ઉદયરત્ન મુનિ તેહને, સખી નિત્ય કરે પ્રણામ રે. શ્રીમહા૦ ૫
૬૪૮
૩૭૧. દીવાની સજ્ઝાય
દીવામાં દીવેલ ખૂંટયું, હવે નથી વાર; મનમાં મસ્તાન હીંડે, છોગા મેલ્યા ચાર.
મૂરખ મનમાં વિચાર. ૧ માથા ઉપર મરણ ભમે, કોપી રહ્યો કાળ; ઓચિંતાની આવી પડશે, જમ કેરી ધાડ. મૂરખ૦ ૨
ઊંચા મંદિર માળીયા, ગોખોનો નહીં પાર; પંડે જાશે પડયું રહેશે, કાઢશે ઘરની બહાર. મૂરખ૦ ૩
લીલા વાસની પાલખી, શ્રીફળ જોઈએ ચાર; મુજને દોરીએ તાણી બાંધશે, ઉચકનાર ચાર. મૂરખ૦ ૪ સગુ વહાલું સવારથીયું, કરશે કાગારોળ;
સજ્ઝાય સરિતા