________________
પાંચે. આખેટક દિન પ્રત્યે રે કરતા પાતિક જે હ
ચૂલા ઉપર ચંદ્રવો રે નવિ બાંધે તસ ગેહ રે... પ્રાણી ૧૧
સાત ચંદ્રવા એમ બોલીયા રે તેણે કારણ ભવ સાત
કોઢ પરાભવ તે સહ્યો રે ઉપર વરસ સાત રે... પ્રાણી૦ ૧૨
જ્ઞાની ગુરૂ મુખથી સુણી રે પૂર્વ ભવ વિસ્તાર જાતિ સમરણ ઉપન્યું રે જાણ્યો અથિર સંસાર રે... પ્રાણી ૧૩
પંચ મહાવ્રત આદરી રે પામી નિરતિચાર
સ્વર્ગે સિધાવ્યા દંપતી રે જિહાં માદલના ધોકાર રે... પ્રાણી૦ ૧૪
સંવત સત્તર અડત્રીસ સમે રે દિ દશમી બુધવાર
રત્નવિજય ગણિવર તણો રે એ રચીયો અધિકાર રે... પ્રાણી૦ ૧૫
તપગચ્છ નાયક સુંદરૂરે શ્રી વિજયપ્રભસૂરી દ કીર્તિવિજય વાચક તણો રે માનવિજય કહે શિષ્ય રે... પ્રાણી ૧૬ ૩૬૯. દાનધર્મની સજઝાય
ચોત્રીશ અતિશયત, સમવસરણે બેસી હો જગગુરુ; ઉપદેશે અરિહંત, દાનતણા ગુણ હો પહેલે સુખકરૂ. ૧ દાન દોલત દાતાર, દાન ભાંજે હો ભવનો આમળો; દાનના પાંચ પ્રકાર, ઉલટ આણી હો ભવિયણ સાંભળો. ૨ પહેલું અભય સુદાન, દયા હેતે હો નિજ તનુ દીજીએ; જિમ મેઘરથ રાજન, જીવ સર્વને હો નિરભય કીજીએ. ૩ બીજું દાન સુપાત્ર, સત્તર ભેદે હો સંજમ જે ધરે; નિર્મલ વ્રત ગુણ ગાત્ર, તૃણ મણિ કંચન હો અદત્ત જે પરિહરે.૪ અશનાદિક જે આહાર, હેજે દીજે હો હાજર જે હોવે; જિમ શાલિભદ્રકુમાર, સુપાત્ર દાને હો-મહા સુખ ભોગવે. પ અનુકંપા દાન વિશેષ, ત્રીજું દેતાં હો પાત્ર ન જોઈએ; અન્નનો અરથી દેખી, તેહને આપી હો પુણ્યવંતા હોઈએ. ૬ ધન પામી સસનેહ, અવસર આવે હો જ્ઞાતિ જે પોષીએ; ઉચિત ચોથું એહ, સ્વજન કુટુંબ હો જેહથી સંતોષીએ. ૭
00
સજ્ઝાય સરિતા
૬૪૭