________________
નિશિ ભોજન હું નહિ કરું રે જો આ કાયામાં શ્વાસ રે.... લાભ અછઘણો૦ ૮ શેઠ કહે નિશિ ભોજન કરો રે તો રહો અમ આવાસ નહિં તો પીયર પહોંચજો રે તુમછ્યું શ્યો ઘરવાસ રે... લાભ અછઘણો૯ સા કહે જેમ જન પરિવર્યા રે તેડી લાવ્યો રે ગેહ તિમ મુજ પરિવારે પરિવર્યો રે પહોંચાડો સસનેહરે... લાભ અછઘણો૦ ૧૦
ઢાળ ૩ : દેવદત્ત વ્યવહારીઓ રે આણી મનમાં રીશ વહુ વોળાવણ ચાલીયો રે લેઈ સાથે જગીશો રે... ૧ પ્રાણી ! જીવદયા મન આણી એ સઘળા જિનની વાણી રે, પ્રાણી એ તો ધર્મરાય પટરાણી રે પ્રાણી એ તો આપે ક્રોડ કલ્યાણી રે, પ્રાણી. ૨ અનુક્રમે મારગ ચાલતાં રે શેઠ સહોદર ગામ જામિની જમવા તેડીયા રે તે તેણે નિજ ધામ રે... પ્રાણી. ૩ ન જમે શેઠ તે વહુ વિના રે વહુ પણ ન જમે રાતે શેઠના સાથી નવિ જમ્યા રે વાધી બહુલી રાતરે... પ્રાણી૪ શેઠના સગા રાત્રે જમ્યા રે મરી ગયા તે આપ ચોખાના ચરૂમાં દેખીયો રે રાત્રે રંધાણો સાપ રે... પ્રાણી૫ શેઠ કહે એમ કુલતણી રે તું કુલ દેવી માય ! કુટુંબ સહુ વાડીયો રે એમ કહી લાગ્યો પાય રે.. પ્રાણી. ૬ નવકાર મંત્ર ભણી કરી રે છાંટીયા સહુને નીર ધર્મ પ્રભાવે તે થયા રે ચેતન સઘળા શરીર રે... પ્રાણી૭ મૃગસુંદરીએ પ્રતિ બુઝવ્યો રે શેઠ સયલ વડ ભાગ જિનશાસન દીપાલિયો રે પામીતે સયલ સોભાગ રે... પ્રાણી, ૮ રયણી ભોજન પરિહર્યો રે ચંદરવો સુવિશાલ ઠામ ઠામ બંધાવીયા રે વન્ય જય જયકાર રે... પ્રાણી, ૯ ચૂલક ઘંટી ઉખલો રે ગ્રસની સંમાર્જની જેહ પાણીઆરૂ એ ઘર કેવું રે પાંચે આખેટક એહ રે... પ્રાણી, ૧૦
૬૪૬
સઝાય સરિતા