________________
મહેશ્વરી નંદન તસ સુત ચાર લઘુ બંધવ તું તેહ મોઝાર ફૂડ કપટ કરી પરણી હુઆ મૃગસુંદરી શ્રાવકની ધુઆ... ૧૧ લઘુ વયથી તેણીને નિયમ જિન વંદન વિણ નહિં ભોજન શુભ ગુરૂને વળી દેઈ દાન રાત્રી ભોજનનું કરે પચ્ચખાણ... ૧૨ પરણીને ઘરે તેડી વહુ રાત્રે જમવા બેઠા સહુ મૂળા મોઘરી ને વંતાક ઈત્યાદિક તિહાં પિરસ્યાં શાક... ૧૩ તેડે વહુ જમવા પાંતમાં તે કહે હું ન જમું જિહાં લગે આતમા સસરો કહે તું મત પડ ફંદમાં મત વાંદો જિનવર મહાતમા... ૧૪ ત્રણ દિવસ કીધાં ઉપવાસ ચોથે દિન ગઈ મુનિવર પાસ વાંદી કહે નિશિ ભોજન તજું કિમ જિનચરણ કમલને ભજુ... ૧૫
ઢાળ ૨ ૩
કિણી પેરે ઘઉં મુનિવરને દાન મિથ્યામતિ ઘરમાં અસમાન શાસ્ત્ર વિચારી ગુરૂ કહે રે સુણ મૃગસુંદરી બાલ
ચૂલા ઉપર ચંદ્રવો રે તું બાંધે ચોસાલ રે... લાભ અછેઘણો ૧ પંચતીર્થ દિન પ્રતિ કરે રે શત્રુંજય ગિરનાર
આબુ અષ્ટાપદ વળી રે સમેત શિખર શિરદારો રે... લાભ અછેઘણો૦ ૨ પાંચ મુનિવરને ભાવથી રે પડિલાભે જે ફળ હોય
તેટલું ફળ તુ જાણજે રે એક ચંદ્રોદયે થાય રે... લાભ અછેઘણો૦ ૩ ગુરૂવાંદી નિજ ઘર જઈ રે ચૂલા ઉપર અંગ
ચંદ્રોદય તેણે બાંધીયો રે જીવદયા મન રંગ રે... લાભ અછેઘણો ૪ સસરે નિજ સુતને કહ્યું રે દેખી તેણે તતકાલ તુજ કામિનીયે
કામણ કીયાં રે તેણે તે નાખ્યો જવાલ રે... લાભ અછેઘણો૦ ૫
વળી વળી બાંધે કામિની રે વળી વળી જ્વાલે રે કંત સાતવાર એમ જ્વાલીયો રે ચંદ્રોદ્ય તેણે તંતરે... લાભ અછેઘણો૦ ૬ સસરો કહે શું માંડીયો રે એ ઘરમાંહે ધંધ
ઈશ્યો ચંદ્રવો શું કરે રે નિશિ ભોજન તુમે મંડો રે... લાભ અછેઘણો૦ ૭
સા કહે જીવજતના ભણી રે એ સઘળો છે પ્રયાસ
00
સજ્ઝાય સરિતા
૬૪૫