SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ તે નર માન મોટપ નવિ પામે, જે નર હોય મુખ રોગી; તેહને તો કોઈ નિવ બોલાવે, તે તો પ્રત્યક્ષ શોગી રે. બાપ૦ ૪ ક્રોધ ભર્યોતે કડવું, બોલે, અભિમાને અણગમતે; આપ તણો અવગુણ નવિ દેખે, તે કિમ જાશે મુગતે રે. બા૫૦ ૫ જનમ જનમની પ્રીત વિણાશે, એણ કહુયે બોલે; મીઠાં વચન થકી વિણ ગરથે, લેવો સબ જગ મોલે રે. બાપ૦ ૬ આગમને અનુસારે હિત મતિ, જે નર રૂડું ભાખે; પ્રગટ થઈ પરમેશ્વર તેહની, લજ્જા જગમાંહિ રાખે રે.બાપ૦ ૭ સુવચન ફુવચન ફળ જાણી, ગુણ અવગુણ મન આણી; વાણી બોલો અમિય સમાણી, લબ્ધિ કહે સુણ પ્રાણી રે. બાપ૦ ૮ ૩૬૩. જીવદયાની સજઝાયો (૧) આદિ જિનેશ્વર પાય પ્રણમેવ, સરસ્વતી સ્વામિની મન ધરેવ; જીવદયા પાળો નરનાર, તો તરશો નિશ્ચય સંસાર. ૧ પાણી ગળતાં જયણા કરો, ખારાં મીઠાં જુદાં ધરો; જેહને મન દયા પ્રધાન, તે ઘર હોશે બહુ સંતાન. ૨ મારે જૂ ને ફોડે લીખ, નર નારીને એહિજ શીખ; તેહને ઘરે નહીં સંતાન, દુ:ખ દેખે તે મેરુ સમાન. ૩ પક્ષી ઉદર માણસના બાલ, જે પાપી મારે ચિરકાલ; તેને પરભવે એહીજ દુ:ખ છોરુ તણાં નવિ હોવે સુખ. ૪ માખણ મધ બોલઅથાણ, આદૂ સૂરણ વર્ષે જાણ; ગાજર મૂળા રતાળુ જેહ, શુદ્ધ શ્રાવક છંડે તેહ. પ ફોગટ ફૂલે ને માયા કરે, કહો કેમ તે ભવ સાયર તરે; જેહને દેવ-ગુરુશું દ્વેષ, સુખ નવિ પામે તે લવલેશ. ૬ બહુ દહાડાનું ભેગુ કરી, માખણ તાવે અગ્નિએ ધરી; તેહ મરીને નરકે જાય, માનવ હોય તો દાહવર થાય. ૭ દૂધ તણે વલી લોભે જેહ, પાડા ભૂખે મારે તેહ; સજ્ઝાય સરિતા ૬૩૯
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy