________________
ફરતાં ઢોરમાં તે જાય વળી, ભૂખે તરશે મરે ટળવળી. ૮ આંખ ફૂટે દીયે જે ગાલ, પરભવ અંધો થાયે બાલ; મરો ફીટો' દિયે જે ગાલ, પરભવ સુખ ન પામે તે લગાર.૯ પાટ પાટલા ને વરત્રદાન, સુવિવેકે વલી રાંધ્યું ધાન; મુનિવરને દેઈ કરે ઉલ્લાસ, તસ ઘરે લક્ષ્મી કરે થિરવાસ. ૧૦ દેતાં દાન વિમાસણ કરે, દેઈ દાન મન ચિંતા ધરે; સુખ સંપત્તિ પામે અભિરામ, છેડે ન હોય વસવા ઠામ. ૧૧ ધન થોડું ને દીયે દાન, મહિયલ તેહને વાધે વાન; ઋષિને દેઈ કરે રંગરોલ, તસ ઘરે લક્ષ્મી કરે કલ્લોલ. ૧૨ સુખ સંપત્તિ જો આવે મલી, ડોસાને દેવામતિ ટળી; ધન ઉપર જે રાખે સ્નેહ, પરભવ સાપપણે થાયે તેહ. ૧૩ અધિકો ઓછો બાંધે તોલ, દે વાચા નવિ પાળે બોલ; તેહની લોકમાં ન હોય લાજ, પરભવ તેહના ન સરે કાજ. ૧૪ ‘પોથી બાળો બોલે જેહ, પરભવ મૂરખ થાયે તે; ભણે ગુણ દે પોથી દાન, પરભવ નર તે વિદ્યાવાન. ૧૫ નાના મોટા કુંપલા હરી, ખાંતે ચૂંટે લીલા કરી; કીધા કર્મ નવિ ઠેલાય, મરીને નર તે કોઢીયો થાય. ૧૬ પાંખ પંખીની કાઢે જેહ, પરભવ ઠુંઠો થાયે તેહ; પગ કાપે ને કરે ગલગલો, મરીને નર તે થાય પાંગલો. ૧૭ પાડોશીશું વઢે દિન રાત, પરભવ ન તે પામે સંગાથ; માતપિતા સુત દેયર ધણી, પરભવ તેહને વઢાવઢ ઘણી. ૧૮ અણદીઠું અણસાંભળ્યું કહે જેહ, પરભવ બેહરો થાય તેહ; પારકી નિંદા કરે નરનાર, જશ નહીં પામે તેહ લગાર. ૧૯ પરના અવગુણ ઢાંકે જેહ, નરનારી જશ પામે તેહ; નિંદા કરે ને દિયે જે ગાળ, પરભવ નર તે પામે આળ. ૨૦ રાત્રિ ભોજન કરે નરનાર, તે પામે ઘુવડ અવતાર;
સક્ઝાય સરિતા
૬૪૦