________________
નવાં વસ્ત્ર વળી પહેરતાં છીંક હોયે આગળ અણછતાં ભોજન હોમ પૂજાનું કામ મંગલીક જે ધર્મ સુઠામ... ૭ કામ એટલા કીધાની અંત વળી ક્રિયા કરાવે ખંત રતિ સ્નાન કરીને રહે છીંક હોય તો પુત્રજ લહે. ૮ ઋતુવતીને દીધે દાન પછી હવે પુત્ર નિદાન વૈરી જીતી જાશું જોય છીંકે વૈરી સબળો હોય... ૯ રોગીકાજ વૈદ્ય તેડવા જાતાં છીકે જો નવ નવા તે રોગીને મૃત્યુ જાણીયે કામ વિના વૈદ્ય નાણીયે... ૧૦ વૈદ્ય રોગીને ઘરે આવતાં છીંક હોયે ઔષધ આપતાં રોગી તણો રોગ તે સમે આહાર લેતે જમવું ગમે.. ૧૧
વ્યાપારે લીધે વ્યાપાર છીંક હોય તો વૃદ્ધિ અપાર લેખું શુદ્ધ દીધું રાયને છીંક ફોક થાયે તેહને... ૧૨ પાણી પીતાં અથ પ્રીસંવાદ છીક દષ્ટિ દોષ અનિવાદ નવે ઘરે વસવી આવીયે છીંક હોય તો ઉચાલીયે... ૧૩ વ્યાજે દ્રવ્ય કેહને આપતાં વળી પૃથ્વીમાં ધન દાટતાં કર્ષણ જોવા જાતાં વળી વૃષ્ટિ હોય પુછવી મન રૂલી.. ૧૪ છીંક શુકન નર જાણે જેહ પગ પગ સંપદ પામે તેહ છીંક વિચાર જાણે જો કોઈ ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કર હોઈ... ૧૫
૩૬૨. જીભલડીની સઝાય બાપલડી રે જીભલડી, તું કાં નવિ બોલે મીઠું; વિરૂવાં વચન તણાં ફળ વિરૂવાં, શું તે નવિ દીઠું રે. બાપ૦ ૧ અન્ન ઉદક અણગમતાં તુજને, જો નવિ રૂચે અનીડા; અણ બોલાવી તું શા માટે, બોલે કુવચન ધીઠાં રે. બાપ૦ ૨ અગ્નિએ કહ્યું નવ પલ્લવ થાએ, કુવચન દુર્ગતિ ઘાલે; અગ્નિ થકી તે અધિકું કુવચન, તે તો ક્ષણ ક્ષણ સાલે રે. બાપ૦ ૩
૬૩૮
સાય સરિતા