SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ એક માતાની બે દિકરી એકને ખમ્મા ખમ્મા થાય એકને પીવા નહિં રાબડી રાંકડી દુ:ખમાં રીબાય... છત૦ ૨ અછત લાગે અળખામણી કરે જીવને ઉદાસ સગીરે બેન તેની વાલહી ના'વે બંધુરે પાસ... છત૦ ૩ અછતમાં બેનીએ કરાવીઓ ચુલાતણો ફેંકનાર મિજબાની કરી ચોળી પિરસ્યા કાઢ્યો વીર નિરધાર... છત૦ ૪ અછતમાં નાથ કુવે નાખીયો પીયરે વસી ગઈ બાઈ છતમાં નારી તે નાથને વસ્ત્રથી કરતી રે છાંય... છત૦ ૫ સહોદર ઘેર ગઈ બેનડી દુ:ખના દિવસો રે જોઈ માન ન પામી ભાઈ-ભોજાઈથી આવી દુખણી તે રોઈ... છત૦ જમાઈ કાઢ્યો ઘર બારણે જો ન હોય પાસે અર્થ સાસુ સસરાએ છેદ દીધો અર્થ વિણ ઘણી વ્યર્થ... છત૦ ૭ સધન-નિર્ધન સરખાગણે તે તો જૈ ની અણગાર પદ્યવિજય કહે તેહને વંદુવાર હજાર... છત૦ ૮ ૩૬૧. છીંક વિચારની સઝાય છીંક શુકનનો કહું વિચાર સુગુરૂ સમીપ સુણ્યો મેં સાર આગળમાં જો છીંકજ હોય અશુભતણી જાણે જે કોય... ૧ પહેલાં શુકન હવા શુભ ઘણાં છીંક હોયે નિષ્ફલ તે તણાં છીંકજ હુઆ પછી જે જાણ શુકન તે કરો પ્રમાણ... ૨ ડાબી છીંક હોય અધ ફળ કહે જમણી છીંક બુરી સહુ કહે પુઠે છીંક સુખદાયક સહી ઘણી છીંક તે નિષ્ફળ કહી.. ૩ હાંસે ભય ઉપાધીયે કરી હઠ ઘણો મનમાંહે ધરી એક છીંક તે નિષ્ફળ જાણ કુતર છીંક તો નિમ્બર આણ.. ૪ મંજાર છીંક તે મરણજ કરે ઈસી છીંક કષ્ટ કારી સરે વસ્તુ વેચતાં છીંકજ હોય આપું કરી આણું મોધુ હોય... ૫ વસ્તુ લેતાં છીંકજ હોય બમણો લાભ સઘળાનો જોય ગઈ વસ્તુ જો જોવા જાય છીંક હોય તો લાભ ન થાય... ૬ સક્ઝાય સરિતા ૬૩૭
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy