________________
રોગ શોકમાં રંગે રાતી તારી ગતિ છે ન્યારી ખેડુત મજુરો કોઈને ના છોડે ખળા ખેતરમાં સવારી...
હો ચાદેવી જાઉ૦ ૮ અડધી કોફીમાં ત્રણભાગ તાહરા બચ્ચાને ભૂખે મારનારી ખુવાર થઈને જવું જ પડશે શાંતિથી જાય તો સારી..
હો ચાદેવી જાઉ૦ ૯ હાર્ટ ફેલ જેવા રોગ ઉપજાવે મરણ સંખ્યાને વધારી કપુર કહે એ જીવતી ડાકણ જલદી કરો દેશપારી...
' હો ચાદેવી જાઉ૦ ૧૦ ૩પ૯. છઠ્ઠા આરાની સઝાય છઠ્ઠો આરો એવો આવશે, જાણશે જિનવર દેવ; પૃથ્વી પ્રલય થાયશે, વરસશે વિરવા મેહ રે,
જીવ જિન ધર્મ કીજીએ.. .......... તાવડે ડુંગર તરડશે, વાએ ઉડી ઉડી જાય;
ત્યાં પ્રભુ ગૌતમે પૂછયું, પૃથ્વી બીજ કેમ થાય રે. રે જીવ૦ વૈતા ગિરિ ઠામે શાશ્વતી, ગંગા સિંધુ નદી નામ; તેણે બે કેડે બેહુ ભેખડો, બોતેર બીલની ખાણ રે. રે જીવ૦ ૩ સર્વે મનુષ્ય તિહાં રહેશે, મનખા કેરી રે ખાણ; સોલ વરસનું આઉખું, મુંઢા હાથની કાય રે. રે જીવ૦ ૪ છ વરસની સ્ત્રી ગર્ભ ધરશે, દુ:ખી મહાદુઃખી થાય; રાતે ચરવા નીકળે, દિવસે બીલમાહે જાય રે. રે જીવ૦ ૫ સર્વ ભક્ષી સર્વે માછલા, મરી મરી દુર્ગતિ જાય; નરનારી હોશે બહુ, દુર્ગધી ત: કાય રે. રે જીવ૦ ૬ પ્રભુ બાલની પેરે વિનવું, છ આરે જન્મનિવાર; કાંતિવિજય કવિરાયનો, મેઘ ભણે સુખમાલ રે. રે જીવ૦ ૭
૩૬૦. છત-અછતની સઝાય છત-અછત દો બેનડી છતમાં આવે સૌ સાથ વીરા કહી લીયે વારણા ભલે હોય તેરા ભાઈ... છત. ૧
૬૩૬
સક્ઝાય સરિતા