________________
કરણસિત્તરી એવી ધારી ગુણ અનંત વળી ધારેજી સંયમી સાધુ તેહને કહીયે બીજા સવિ નામ ધરાવે છે... ભવિજન ૫ એ ગુણ વિણ પ્રવ્રજ્યા બોલી આજીવિકાને તોલેજી તે ષટકાય અસંયમી જાણો ધર્મદાસ ગણી બોલે છે.. ભવિજન ૬ જ્ઞાનવિમલ ગુરૂ આણાધારી સંયમ શુદ્ધ આરાધોજી જેમ અનોપમ શિવસુખ સાધો જગમાં સુયશ કીર્તિ વાધોજી...ભવિજન ૭
[+] ૩૫૮. ચા દેવીની સઝાય જાઉ તારી બલિહારી હો ચાદેવી જાઉ તારી બલિહારી દેશ-પરદેશ ને ગામોગામને વશકીધા તે ભારી,
હો ચાદેવી જાઉ૦ ૧ ધર્મશાળા મુસાફરખાના જ્યાં ત્યાં તારી સવારી બુટ્ટી બાળ જુવાન નરનારી સેવા કરે સૌ તારી...
હો ચાદેવી જાઉ૦ ૨ ભૂલી ભગવાનને તને ભજે છે તું છે ચિત્તહરનારી સાધુ સંત ત્યાગી વૈરાગી તેની સંજ્ઞા નહિં વારી...
હો ચાદેવી જાઉ૦ ૩ તારા વિના તેને નવ ચાલે તું લાગે છે બહુ પ્યારી ઉજમણું સંઘ પોથી પારણે હોય તારી તૈયારી...
હો ચાવી જાઉ૦ ૪ વિવાહ અર્થે સગા આવે ત્યાં આખી રાત ઉડનારી ચાલતાં ચાર જણ ભેગા મળે ત્યારે નીકળે છે વાત તારી...
હો ચાદેવી જાઉ૦ ૫ તારા પંજામાં આવી ફસાયા કરે છે તેની ખુવારી શેરીની નાકે મહોલ્લાના મુખમાં ઠેર ઠેર હટલ ભારી...
હો ચાદેવી જાઉ૦ ૬ અળગણ પાણીમાં ઉકમે તું તો સહન સરખા કરનારી દુધનો દાટવાળી ખાના ખરાબી કરી હાડ માંસને ચૂસવારી...
હો ચાદેવી જાઉ૦ ૭
આ સક્ઝાય સરિતા
૬૩૫