SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ ન વંછે તુજને રે તું તો દૂર વસાથ વિનયવિજય ઉવજઝાયનો રે રૂપવિજય ગુણ ગાય રે... ઘડ૦ ૧૪ ૩૫૬. ઘડીયાળાની સઝાય જોબનીયાની મોજો ફોજો જાય નગારા દેતી રે ઘડી ઘડી ઘડીયાળા વાગે તોય ન જાગે તેથી રે... જોબનીયાની. ૧ જરા રાક્ષસી જોર કરે છે ફેલાવે ફજેતી રે આવી અવધે ઉચકી લેશે લખપતીને પણ લેતી રે... જોબનીયાની૨ મહોલે બેઠી મોજ કરે છે ખાતે જોવે ખેતી રે જમડો ભમરો તાણી લેશે ગોફણ ગોળાં સેતી રે... જોબનીયાની ૩ જે તે ઉપર જોર કરો છો ચતુર ! જુઓને ચેતી રે માંદાતા સરખા નર બળીયા રાજવીયા થયા રેતી રે... જોબનીયાની ૪ જિન રાજાને શરણે જાઓ જોરાલો કો ન જેથી રે દુનિયામાં દૂજો દીસે નહિં આખર તરશો તેથી રે... જોબનીયાની ૫ દાંત પડ્યા ને ડોશો થયો કાજ સર્યું નહિ કે'થી રે ઉદયરત્ન કહે આપે સમઝો કહીયે વાતો કરતી રે.. જોબનીયાની ૬ ૩પ૭. ચરણસિત્તરી કરણસિત્તરીની સઝાય પંચ મહાવ્રત દશવિધ યતિધર્મ સત્તર ભેદે સંયમ પાળજી વૈયાવચ્ચ દશ નવવિધ બ્રહ્મહ વાડી ભલી અજુઆળજી ભવિજન ભાવે મુનિગુણ ગાવો... ૧ જ્ઞાનાદિક રાય બારે ભેદે તપ કરે જે અનિયાણજી ક્રોધાદિક ચારેનો નિગ્રહ એ ચરણ સિત્તરી માનેજી... ભવિજન ૨ ચઉવિહ પિડ વસતિ વસ્ત્ર પાત્રહ નિર્દૂષણ જે લેવેજી સમિતિ પાંચ વળી પડિમા બારે ભાવના બારહ સેવેજ... ભવિજન ૩ પચવીસપડિલેહણ પણઈદ્રિય વિષય કષાયને વારેજી ત્રણ ગુમિ ને ચાર અભિગ્રહ દ્રવ્યાદિક સંભારે જ... ભવિજન ૪ ૬૩૪ સાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy