________________
અલસી કોદ્રવા ડાંગ ને જુવાર સાતે વરસે અચિત્ત વિચાર શીત તાપ વર્ષાદિક જોઈ સચિત્ત યોનિ અચિત્ત તે હોઈ... ૧૩ હરડિ પીપરી મરીચ બદામ ખારેક દ્રાખ એલા અભિરામ
શત જોયણ જલ વટમાં વહે સાઠ જોયણ થલવટમાં કહે... ૧૪ સચિત્ત વસ્તુ પ્રવહણની જેહ થાય અચિત્ત પ્રવચન કહે તેહ ધૂમ અગ્નિ પરિઆટણ કરી અચિત્તયોનિ તસ થાય ખરી... ૧૫ બાર પહોર રહે જુગલી - રાબ સોલ પહોર રાઈતાં અજાબ પહોર ચોવીસ ગોમૂત્રનું માન બે દિન અતીત દહીં છાસનું માન...૧૬ ખોરૂં ધૃત જે કાલાતીત પલટાયે વર્ણાદિક રીત કાચું દુધ વિદલ સંયોગ થાય અભક્ષ્ય કહે મુનિ લોગ... ૧૭ ઢુંઢણીયાદિક વિદલની દાળ સેક્યાં ધાન નિર્ણીત નહિ કાળ ચાર પહોર શીરો લાપશી વિદલ પરેતે પ્રવચન વસી... ૧૮ પ્રથમ દિવસ પ્રારંભી ગણો કાલ પ્રમાણ સવિ તેહનું ભણો ચલિતરસ જેહનો જિહાં થાય તિહાં તે વસ્તુ અભક્ષ્ય કહેવાય... ૧૯ ધોળો સિંધવ કહ્યો અચિત્ત શ્રાદ્ધવિષે અક્ષર પરતીત ઈલાદિક ઓળા જે થાય તેહ અચિત્ત થાપના નવિ થાય... ૨૦ તેલ નીર મિશ્રિત અચ્છાણ તેહ ન લેવે પ્રવચન જાણ દહીં રાઈ વિદલે દેખાય ઉષ્ણ કર્યું તે શુદ્ધ કહેવાય... ૨૧ અથાણા પ્રમુખ સહુ જાણ ચલિતરસે તસ કાલનું માન અલ્પ શુદ્ધિને પડે સંદેહ તેહ ભણી ઈહાં ન કહ્યો તેહ... ૨૨ ગીતારથને વયણે જોય આચીર્ણ અનાચીરણ હોય આર્દ્રધાન અંકુરા નીકળે તે સહુ વસ્તુ અભક્ષ્યમાં ભળે... ૨૩ ગેરૂ માસિલ લૂણ હરિયાલ આવે જલવટમાંહિ રસાલ તેહ અચિત્ત હોય પ્રવચન સાખ પણ લેવાની નહિં તસ ભાખ... ૨૪ ઈમ બોલ્યા લવલેશ વિચાર વિસ્તર પ્રવચન સારોદ્ધાર ધીરવિમલ પંડિત સુપસાય કવિ નયવિમલ કીધી સઝાય... ૨૫ ૩૫૫. ઘડપણની સજ્ઝાય
ઘડપણ ! તું આવીયો રે, તુજ કોણ જુએ છે વાટ;
૬૩૨
સજ્ઝાય સરિતા