________________
એણી પરે કીજે ખામણાં રે તો તરીયે સંસાર, કરો ભિવ ખામણા રે ૧૩ મૂકી મેલને કીજે ખામણાં રે નિજ રૂપ લહે મનોહાર, કરો વિ ખામણા રે અમીકુંવર એણી પરે ભણે રે તે પામે મંગલ માલ કરો વિ ખામણા રે ૧૪
૩૫૪. ખાદ્ય વસ્તુના કાલ-માનવિચારની સજ્ઝાય પ્રવચન અમરી સમરી સદા ગુરૂપદપંકજ પ્રણમી મુદા વસ્તુ તણું કહું કાલ પ્રમાણ અચિત્ત સચિત્ત વિધિ લહે જિમ જાણ... ૧ બિહું ઋતુ મળી ચોમાસા માન ષટ ઋતુ મળીને વર્ષ પ્રમાણ વર્ષા શીત ઉષ્ણ ત્રણ કાળ ત્રિહું ચોમાસે વરસ રસાલ... શ્રાવણ ભાદ્રવો આસો માસ કાર્તિક ઈમ વરસાલા વાસ માગસર પોષમાહ ને ફાગ એ ચારે શીયાલા લાગ... ચૈત્ર વૈશાખ ને જેઠ અષાડ ઉષ્ણકાળ એ ચાર વર્ષા શરદ શિશિર હેમંત વસંત ગ્રીષ્મ ષટ્ ઋતુ ઈમ તંત... ૪ વર્ષા પનર દિવસ પકવાન ત્રીસ દિવસ શીયાળે માન
અગાઢ
વીસ દિવસ ઉનાળે રહે પછી અભક્ષ્ય શ્રીજિનવર કહે... ૫ રાંધ્યું વિદળ રહે ચયામ ઓદન આઠ પહોર અભિરામ સોલ પ્રહર દધિકાંજી છાસ પછે રહે તો જીવ વિનાશ... પાપડ લોઈયા વટક પ્રમાણ ચાર પહોર તિમ પોલી જાન માતર પ્રમુખ નીવી પકવાન ચલિત રસે તસ કાલ પ્રમાણ... ધાન ધોવણ છઘડી પ્રમાણ દોય ઘડી જલવાણી જાણ ફલ ધોયણ એક પ્રહર પ્રમાણ ત્રિફલાજલ બે ઘડીનું માન... ત્રણ વાર ઉકળીયો જેહ શુદ્ધ ઉષ્ણ જલ કહીયે તેહ પ્રહર તીન ચ પંચ પ્રમાણ વર્ષા શીત ઉન્હાલે જાણ... શ્રાવણ ભાદ્રપદે દિન પંચ મિશ્રલોટ અણચાલિત સંચ આસો કાર્તિક ચઉદિન માન માગસર પોષ દિન ત્રણ પ્રમાણ... ૧૦ મહા ફાગણે કહ્યું પણ યામ ચૈત્ર વૈશાખે ચિહું પહોર અભિરામ જ્યેષ્ઠ આષાઢ પ્રહર ત્રણ જોય તિણ ઉપરાંત સચિત્ત તે હોય... ૧૧ ગેહું સાલિ ખડ ધાન કપાસ જવ ત્રણ વરસે અચિત્ત તે ખાસ વિઠ્ઠલ સર્વ તિલ તુયરી ને વાલ પાસે વરસે હોય અચિત્ત રસાલ... ૧૨
સજ્ઝાય સરિતા
૨
૩
૬
७
૮
૯
૬૩૧