________________
૩૫૩. ખામણાની સઝાય અરિહંતજીને ખામણાં રે જેહના ગુણ છે બાર, કરો ભવિ ખામણા રે ચોત્રીસ અતિશયે રાજતાં રે વાણી ગુણ પાંત્રીસ, કરો ભવિ ખામણા રે ૧ ગામ નગર પુર વિચરતા રે કરતાં ભવિ ઉપગાર, કરો ભવિ ખામણા રે સિદ્ધ સર્વને ખામણાં રે જેહના ગુણ છે આઠ, કરો ભવિ ખામણા રે ૨ સિદ્ધ શિલાને ઉપરે રે જ્યોતમાં જાયોત નિવાસ, કરો ભવિ ખામણા રે જે સુખ નહિં સુરરાયને રે નહીં રાયા નહીં રાય, કરો ભવિ ખામણા રે ૩ તે સુખની ઈચ્છા કરો તો પ્રણામો સિદ્ધના પાય, કરો ભવિ ખામણા રે આચારજને ખામણા રે જેહના ગુણ છત્રીસ, કરો ભવિ ખામણા રે ૪ છત્રીસે છત્રીસે ગુણે રે બારસે છન્નુ થાય, કરો ભવિ ખામણા રે એહવે ગુણે કરી શોભતા રે જંબૂ ગૌતમ સુધર્મ, કરો ભવિ ખામણા રે ૫ ઉપાધ્યાયજીને ખામણાં રે જેહના ગુણ પચવીસ, કરો ભવિ ખામણા રે પચ્ચીસે પચ્ચીસે ગુણે રે છસય પચવીસ થાય, કરો ભવિ ખામણા રે ૬ રાજકુંવર પરે શોભતા રે આચારજ પદ યોગ્ય, કરો ભવિ ખામણા રે સર્વ સાધુજીને ખામણાં રે અઢી દ્વીપમાં જેહ, કરો ભવિ ખામણા રે ૭ ગુણ સત્તાવીસે શોભતાં રે લેતાં સુઝતો આહાર, કરો ભવિ ખામણા રે સાધ્ય એક છે જેહનું રે સાધનમાં ભેદ અનેક, કરો ભવિ ખામણા રે ૮ સંઘ સરવને ખામણા રે અરિહંતે માન્યો જેહ, કરો ભવિ ખામણા રે શાસનને શોભાવતાં રે અડતાલીસ ગુણ જેહ, કરો ભવિ ખામણા રે ૯ સર્વ સતીને ખામણાં ચંદન બાલા મૃગાવતી આદ, કરો ભવિ ખામણા રે જીવ સયલ ખમાવીયે રે યોની ચોરાસી લાખ, કરો ભવિ ખામણા રે ૧૦ આઠમ પાખી ખામણાં રે ચોમાસી ત્રણવાર, કરો ભવિ ખામણા રે સંવત્સરી ખમાવીયે રે સંઘ સકલ જયકાર, કરો ભવિ ખામણા રે ૧૧ જે ન ખમાવે ખામણાં રે તેહનો નરકમાં વાસ, કરો ભવિ ખામણા રે ખમીયે ને ખમાવીયે રે એ જિન શાસન રીત, કરો ભવિ ખામણા રે ૧૨ હરખે ખમાવે જે ખામણાં રે તેહનો સ્વર્ગમાં વાસ, કરો ભવિ ખામણા રે ૬૩૦
સક્ઝાય સરિત