________________
ન
રાત દિવસ પાળી પોષી માલ ભરિયો ઠાંસી ઠાંસી અંતે મારી કરી હાંસી રે... કૃતઘ્ની કાયા૦ ૧ મલીદા ઉડાવી ખાધા લગારે ન લીધી બાધા છતાં તારા તુટ્યા સાંધા રે, કૃતઘ્ની કાયા૦ સારૂં સારૂં ખાવું-પીવું પથારી પાથરીને સૂવું નિરંતર ન્હાવું ધોવું રે... કૃતઘ્ની કાયા૦ ૨ વિલાસો કરાવ્યા ઘણા શોભામાં ન રાખી મણા તારે માટે જીવો હણ્યા રે, કૃતઘ્ની કાયાô ભોળપણું મારૂં ધારી ફજેતી કરાવી મારી, અંતે તું નીકળી નઠારી રે... કૃતઘ્ની કાયા૦ ૩ રાત દિવસ કરી સેવા ખવરાવ્યા મીઠાઈ-મેવા કરાવ્યા ઠઠારા કે'વા રે, કૃતઘ્ની કાયા૦ પૂજારી હું થયો તારો ધર્મ નહિં દિલ ધાર્યો બોજો પાપનો વધાર્યો... કૃતઘ્ની કાયા૦ ૪ તારી સાથે સંગ કીધો દુર્ગતિનો પંથ લીધો છતાં તેં તો દગો દીધો રે, કૃતઘ્ની કાયા૦ બેસવા ન દીધી માખી રોગથી બચાવી લીધી તેમાં તો કેવલી સાખી રે... કૃતઘ્ની કાયા૦ ૫ જે જે માગ્યું તે તે દીધું હોઠથી પડતું જ લીધું તોયે ન ઉતર્યું સીધું રે, કૃતઘ્ની કાયા૦ ફટકો તે મોટો દીધો દુ:ખી દુ:ખી મને કીધો સીધો નરકમાંહિ લીધો રે... કૃતઘ્ની કાયા૦ ૬ કાયા કહે સુણ ભોળા ખાનારી હું આખા કોળા, ગગડાવું મોટા ગોળા રે, કૃતઘ્ની કાયા૦ મારી સંગે જેહ રાચ્યો તેને હું મારૂં તમાચો તોયે નહિં મૂકું માંચો રે... કૃતઘ્ની કાયા૦ ૭ હમારી જે જડ જાતિ રહું રાતદિન ખાતિ તો હું રહું મદમાતી રે, કૃતઘ્ની કાયા સ્ત્રી અને પુરૂષ વેદ મારો ને તારો છે ભેદ તેમાં શાને ધરે છે ખેદ રે... કૃતઘ્ની કાયા૦ ૮ બાંધ્યા જેવા તારે હાથે તો તમારી સંધાતે તેમાં નહિં મારે માથે રે, કૃતઘ્ની કાયા આજથી તારૂં ને મારૂં અંતર છે ન્યારૂં તને નહિં દિલ ધારૂં રે... કૃતઘ્ની કાયા૦ ૯ ગોઝારી કાયાની વાણી સાંભળજો ભવિ પ્રાણી તેનો તજો સંગજાણી રે, કૃતઘ્ની કાયા૦ કાયાની માયાને તજો નીતિનો શણગાર સજે ઉદયથી પ્રભુ ભજો રે...
કૃતઘ્ની કાયા૦ ૧૦
00
સજ્ઝાય સરિતા
૬૨૯