________________
૩૫૧. કલિયુગની સજ્ઝાય
સરસ્વતી સ્વામીની પાય નમીને ઉલટ મનમાંહી આયો તીરથ નહિં કોઈ ઈણ સંસારે તેણે એ કલિયુગ આયો દેખો બે ચારો કૂડો કલિયુગ આયો
માંય કહે મારી નાનડી બેટી દિન દિન મૂલ્ય સવાયો... દેખોબે૦ ૧ રાજા સ્વયં પ્રજાને પીડે કુનર કામ ભળાયો
બોલબંધ છે નહિં મંત્રીને ગોચર ક્ષેત્ર ખેડાયો દેખો બેચારો... દેખોબે૦૨ ગુરૂને ગાળ દીયે નિજ ચેલો વેદ પુરાણ પઢાયો
સાસુ ચૂલે ને વહુ ખાટલડે ફુંકે શરીર જલાયો... દેખોબે૦ ૩ એશી વરસનો હોશે હીડે મૂછે હાથ ઘલાયો
પંચતણી સામે પરણીને અબળા અર્થ ગમાયા... દેખોબે ૪ જોગી જંગમ તે સન્યાસી ભાંગ ભખે મદ વાહ્યો
ચોર ચાડ પરધનને ખાયે સાધુ જન સીદાયો... દેખોબે૦ ૫ નિર્ધનને બહુ બેટા બેટી ધનવંત એક ન પાયો
નીચતણે ઘર અતિઘણી લક્ષ્મી ઉત્તમજન સીદાયો... દેખોબે૦ ૬ ન મળે બાપ સંઘાતે બેટો ઘણે મનોરથ જાયો
હાથ ઉપાડી માંયરે મારે પરણીશું ઉમાહયો... દેખોબે૦ ૭ ધરડાને ઘેલો કહે બેટો આપ તણો મદ વાહ્યો
વહુ સૂતી ને વર હીંડોળે સાસરે સુવાને ધાયો... દેખોબે૦ ૮ હળખેડે બ્રાહ્મણ ગો જુતી નીરદહી નાક ડાયો
મા બાપે બેટી વેચીને બેટાને પરણાવ્યો... દેખોબે૦ ૯ રાગતણે વશ ગુરૂ ને ગુરૂણી કામ કરે પરાયો
કાગતણી પરે કલહો મોડી ફુલ ગુરૂ નામ ધરાયો દેખો બેયારો કૂડો...દેખોબે૦ ૧૦ બૈયર બાર વરસની બેટો દીઠો ગોદ ખેલાયો
માંગ્યા મેહ ન વરસે મહિયલ લોભે ધખ્યો સવાયો... દેખોબે૦ ૧૧ ફૂડા કલિ યુગની એ ફૂડી માયા દેખી ગીત ગવાયો પભણે પ્રીતિવિમલ પરમારથ જિનવચને સુખ પાયો... દેખોબે૦ ૧૨
[+] ૩૫૨. કાચા-જીવના સંવાદની સજ્ઝાય કામણગારી કાયાનારી તેં કરી મારી ખુવારી ગયો નરભવ હારી રે, કૃતઘ્ની કાયા૦ સજ્ઝાય સરિતા
૬૨૮