SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ નળે દમયંતી પરીહરી રે, રાત્રિ સમય વનમાંય; નામ-ઠામ-કૂળ ગોપવી રે, નળે નિરવાહ્યો કાળ રે. પ્રા૦ ૪ રૂપ અધિક જગ જાણીએ રે, ચક્રી સનત કુમાર; વરસ સાતશે ભોગવી રે, વેદના સાત પ્રકાર રે. પ્રા૦ ૫ રૂપે વળી સૂર સારીખા રે, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડયા રે, પામ્યા દુ:ખ અપાર રે. પ્રા ૬ સુરનર જસ સેવા કરે રે, ત્રિભુવન પતિ વિખ્યાત; તે પણ કર્મે વિટંબીયા રે, તો માણસ કેઈ માત્ર રે. પ્રા૦ ૭ દોષ ન દીજે કેહને રે, કર્મ વિડંબણહાર; દાન મુનિ કહે જીવને રે, ધર્મ સદા સુખકાર રે પ્રા॰ [?] ૩૫૦. કર્મની સજઝાયો (૫) કેઈ કેઈ નાચ નચાવે કરમચંદ, કેઈ કેઈ નાચ નચાવે; એ અચરિજ મન પાવે કરમચંદ, કેઈ કેઈ નાચ નચાવે.૧ આદિ જિનેશ્વર અંતરયામી, દુઆ આદિના કર્તા; તુમ પસાયે આહારને કાજે, રહ્યા વરસ લગે ફીરતા. ૨ સગરચક્રી સાઠહજાર, સુત પુત્ર મહાપરાક્રમી; તુમ પસાયે એકી સાથે, હુવા પલકમાં ભસ્મી. ૩ અતુલપ્રેમી મહાવીર સરિખા, અંગુઠે મેરૂ કંપાવ્યો; તુમ પસાયે અનાર્યદેશે, સંગમ ચાલીને આવ્યો. ૪ દધિવાહનરાજાની બેટી, ચંદનબાલા કહીયે; તુમ પસાયે રાજગ્રહીકે, ચૌરે યે મીલ વેચાઈ. પ હરિશ્ચંદ્રરાજા તારારાણી, પુત્ર લઈને નિસર્યા; સુભંગી ફુલકી કરી ચાકરી, પાણી વહને રહ્યા. ૬ ઈત્યાદિક મોટા પુરૂષોત્તમ, કરણી કરી ઠામ પાયા; આનંદઘન ઈમ બોલે કર્મથી, મેરા પાર ન આયા. ૭ સજ્ઝાય સરિતા ૬૨૭
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy