________________
સુદર્શનને શૂળીએ દીધો, મુંજ રાજે માગી ભીખ; તમસ ગુફા મુખ કોણીક બળીયો, માની ન કોઈની શિખ રે. પ્રાણી, ૧૮ ગજસુકુમાલ શીર સગડી મૂકી, સોમિલે બાળ્યું શિશ; મેતારજ મુનિ વાઘરે વીંટાણા, ક્ષણ ન આણી રીશ રે. પ્રાણી૧૯ પાંચસે સાધુ ઘાણીમાં પીલ્યા, રોષ ન આણ્યો લગાર; પૂર્વ કમેં ઢંઢણઋષિને, પાસ ન મળ્યો આહાર રે. પ્રાણી૨૦ ચૌદ પૂર્વધર કર્મ તણે વશ, પડીયા નિગોદ મોઝાર; આદ્રકુમાર ને નંદીષણે, ફરી વાસ્યો ઘરવાસ રે. પ્રાણી. ૨૧ કલાવતીના કર છે દાણાં, સુભદ્રા પામી કલંક; મહાબળ મુનિનું ગાત્ર પ્રજાળ્યું, કર્મતણા એ વંક રે. પ્રાણી. ૨૨ દ્રૌપદી હેતે પદ્મનાભનું, ફોડવું કૃણે ઠામ; વીરના કાને ખીલા ઠોકાણા, પગે રાંધી ખીર તામ રે. પ્રાણી. ૨૩ કર્મથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ મોઝાર; મેરૂશિખર ઉપર ચઢે પણ, કર્મ ન મૂકે લગાર રે. પ્રાણી૨૪ એહવા કર્મ જીત્યાં નરનારી, પહોંચ્યાં શિવપુર ઠામ; પ્રભાતે ઉઠો નિત્ય નિત્ય વંદો, ભક્તિએ તેમના પાય રે. પ્રાણી૨૫ એમ અનેક નર પંડયા કર્મો, ભલ ભલેરા જેસા; ઋષિ હર્ષ કરજોડીને કહે, નમો નમો કર્મ મહારાજ રે. પ્રાણી૨૬
• ૩૪૯. કર્મની સજઝાયો (૪) સુખ દુઃખ સરજ્યા પામીયે રે, આપદ સંપદ હોય; લીલા દેખી પરતણી રે, રોષ મ ધરજો કોય રે; પ્રાણી ! મન ન આણો વિખવાદ, એતો કર્મ તણો પ્રસાદ રે. પ્રા. ૧ ફળને આહારે જીવીયા રે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયો રે, કર્મ તણા એ કામ રે. પ્રા. ૨ નીર પાખે વન એકલો રે, મરણ પામ્યો મુકુંદ; નીચ તણે ઘર જળ વહ્યો રે, શીર ધરી હરિશ્ચંદ્ર રે. પ્રા૦ ૩
સઝાય સરિતા