________________
સોલ સહસ યક્ષે ઉભા દીઠો, પણ કિણહી નવિ રાખ્યો રે. પ્રાણી, ૫ બ્રહ્મદત્તનામે બારમો ચક્ર, કમેં કીધો અંધો; એમ જાણી પ્રાણી વિણ કામે, કોઈ કરમ મત બાંધો રે. પ્રાણી. ૬ વીશ ભુજા દશ મસ્તક હુતા, લક્ષ્મણે રાવણ માય; એકલડે જગ સહુને જીત્યો, કર્મથી તે પણ હાય રે. પ્રાણી૭ લક્ષ્મણ રામ મહાબલવંતા, વળી સત્યવતી સીતા; બાર વરસ લગે વનમાંહે ભમીયા, વિતક તસ બહુ વિત્યા રે. પ્રાણી, ૮ છપ્પન્ન કોડી જાદવનો સાહિબ, કૃષ્ણ મહાબળી જાણી; અટવીમાંહિ એકલડો મૂવો, વલવલતો વિણ પાણી રે. પ્રાણી, ૯ પાંડવ પાંચ મહા ઝુઝારા, હારી દ્રૌપદી નારી; બાર વરસ લગે વન દુઃખ દીઠાં, ભમિયાં જેમ ભિખારી રે. પ્રાણી૧૦ સતીય શિરોમણી દ્રૌપદી કહીએ, પાંચ પુરુષની નારી; સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું, પામી પંચ ભરતાર રે. પ્રાણી૧૧ કમેં હલકો કીધો હરિશ્ચંદ્રને વેચી સુતારા રાણી; • બાર વરસ લગે માથે આપ્યું, ડુંબ તણે ઘર પાણી રે. પ્રાણી૧૨ દધિવાહન રાજાની બેટી, ચાવિ ચંદનબાળા; ચૌપદની પેરે ચૌટે વેચાણી, કર્મતણાં એ ચાળા રે. પ્રાણી૧૩ સમકિતધારી શ્રેણિક રાજા, બેટે બાંધ્યો મૂશકે; ધર્મી નરપતિ કમેં દબાણા, કર્મથી જોર ન કિસકા રે. પ્રાણી ૧૪ ઈશ્વર દેવને પાર્વતી રાણી, કત પુરુષ કહેવાય; અહોનિશ મશાન માંહે વાસો, ભિક્ષા ભોજન ખાય રે. પ્રાણી૧૫ સહસ કિરણ સૂરજ પ્રતાપી, રાત દિવસ રહે ભમતો; સોલ કલા શશહર જગ ચાવો, દિન દિન જાએ ઘટતો રે. પ્રાણી. ૧૬ નળરાજા પણ જુગટે રમતાં, અરથ ગરથ રાજ્ય હાર્યો; બાર વરસ લગે વન દુઃખ દીઠા, તેને પણ કર્મે ભગાડયો રે. પ્રાણી૧૭
આ સક્ઝાય સરિતા
૬૨૫