SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યે ચક્રી બ્રહ્મદત્ત નડીયો રે, સુભૂમ નરકમાણે પડીઓ રે; ભરત બાહુબલશું લડીયો રે, ચકી હાર્યો રાય જશ ચડીયો રે. જુઓ૨ સનતકુમારે સહ્યા રોગ રે, નળદમયંતી વિયોગ રે; વાસુદેવ જરાકુમારે માર્યો રે, બલદેવ મોહનીએ ધાર્યો રે. જુઓ૦ ૩ ભાઈ શબ મસ્તકે વહીઓ રે, પ્રતિબોધ સુર મુખે લહીઓ રે; શ્રેણિક નરકે એ પહોંતો રે, વન ગયા દશરથ પૂત્રો રે. જુઓ૦ ૪ સત્યવંત હરિશ્ચન્દ્ર ધીર રે, ડુંબ ઘરે શિર વહ્યું નીર રે; કુબેરદત્તને કુયોગ રે, બહેન વળી માતાજું ભોગ રે. જુઓ. ૫ પરહત્વે ચંદનબાલા રે, ચઢિયો સુભદ્રાને આલ રે; મયણરેહા મૃગાંકલેખા રે, દુઃખ ભોગવીઆ તે અનેક રે. જુઓ. ૬ કરમે ચંદ્ર કલંકયો એ, રાય રંક કોઈ ન મૂક્યો રે; ઈન્દ્ર અહલ્યાશું લુબ્ધો રે, રયણાદેવી રવિ માઉ કીધો રે. જુઓ૦ ૭ ઈશ્વર નારીએ નચાવ્યો રે, બ્રહ્મા ધ્યાનથી ચૂકાવ્યો રે; અઈ ! અઈ ! કરમ પ્રધાન રે, જીત્યા જીત્યા શ્રી વર્ધમાન રે. જુઓ૦ ૮ [2] ૩૪૮. કર્મની સજઝાયો (૩) દેવ દાનવ તીર્થકર ગણધર, હરિહર નરવર સબળા; કર્મસંયોગે સુખદુઃખ પામ્યા, સબળા હુવા મહા નબળા રે. પ્રાણી ! કર્મ સમો નહીં કોઈ,.............. કિધા કર્મ વિના ભોગવીઆ, છૂટકબારો ન હોય રે. પ્રાણી. ૧ આદીશ્વરને અંતરાય વિટંખ્યો, વરસ દિવસ રહ્યા ભૂખે; વીરને બાર વરસ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કૂખે રે. પ્રાણી- ૨ સાઠ સહસ સુત એક દિન મૂવા, સુરા સામંત જેસા; સગર હુવો મહા પુત્રે દુઃખીયો, કર્મતણા ફલ એસા રે. પ્રાણી૩ બત્રીસ સહસ દેશનો સાહિબ, ચક્રી સનતકુમાર; સોલ રોગ શરીરે ઉપન્યા, કરમે કીધો તસ ખૂવાર રે. પ્રાણી ૪ સુભૂમ નામે આઠમો ચકી, કમેં સાયર નાખ્યો; ૬ ૨૪ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy