SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ કેણે કર્મે જીવડા નરકમાં, કેણે કર્મે સ્વર્ગ વિમાન. સ્વામી ૧૭ જે જીવ લોભે વ્યાપીયા, તેણે કર્મે નરકમાં હોય. ગૌતમ; દાન-શીયલ-તપ-ભાવના, તેણે કર્મે સ્વર્ગ વિમાન. ગૌતમ૦ ૧૮ રાજગૃહી પ્રભુ આવીયા, શ્રેણીક વાંદવા જાય. ગૌતમ; ચેલણા કરે મોતીની ગડુંલી, હૈડે હરખ ન માય. ગૌતમ૦ ૧૯ ગૌતમે કેવલ માગીયું, દીયો તે વીર વર્ધમાન. સ્વામી; એણે મોહે કેવલ ન પામીએ, મોહે ન હોય નિરવાણ. ગૌતમ૦ ૨૦ રૂપવિજય ગુણ એણી પરે, ભાખે શ્રી ભગવંત. ગૌતમ; જે નર ભણે તે સાંભળે, તસ ઘરે મંગળ માલ. ગૌતમ૦ ૨૧ [?] ૩૪૬. કર્મની સજઝાયો (૧) (રાગ : દ્વારાપુરીનો નેમ રાજીયો....) પ્રભુજી મારા કર્મો લાગ્યાં છે મારા કેડલે; ઘડીએ ઘડીએ આતમરામ મુંઝાય રે, પ્રભુજી મારા... ૧ જ્ઞાનાવરણીએ જ્ઞાન રોકીયું, દર્શનાવરણીયે રોકયો છે દર્શનનો પ્રવાહ રે. પ્ર૦ ૨ વેદની કર્મે વેદના મોકલી, મોહનીય કર્મે ખવરાવ્યો છે માર રે. પ્ર૦ ૩ આયુ કર્મે રે તાણી બાંધીયો, નામ કર્મે નચાવ્યો છે નાચ રે. પ્ર૦ ૪ ગોત્ર કર્મે બહુ રઝળાવીઓ, અંતરાય કર્મે આડો વાળ્યો આંક રે. આઠે કર્મોનો રાજા મોહ છે. મુંઝવી મારે ચોવીશે કલાક રે. આઠે કર્મોને જે જીતશે, તેનો હોશે મુક્તિપુરીમાં વાસ રે. પ્ર૦ ૫ પ્ર૦ ૬ ૫૦ ૭ હીરવિજય ગુરુ હીરલો, સ્નેહી રત્નવિજય ગુણ ગાય રે. ૩૦ ૯ ૩૪૭. કર્મની સજઝાયો (૨) (મહાવીર પંચકલ્યાણકની ઢાળ) (રાગ : પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા.....) જુઓ જુઓ કર્મે શું કીધું રે ? અન્ન વર્ષ ઋષભે ન લીધું રે; કર્મવશ મ કરો કોઈ ખેદ રે, મલ્લીનાથ પામ્યા સ્ત્રીવેદ રે. જુઓ૦ ૧ • સજ્ઝાય સરિતા ૬૨૩
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy