SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ વેશ્યાનો સંગ જે કરે, તેણે કર્યું નપુસંક હોય, ગૌતમ; કેણે કર્મે ગર્ભ ગળી જાયે, કેણે કર્મે પીઠી ભર્યા જાય. સ્વામી૦ ૫ વાડી વેડાવે કુણા મોગરા, તેણે કર્મે ગર્ભથી ગણી જાય. ગૌતમ; ફૂલ વિધીને કર્મ બાંધીયા, તેણે કર્મે પીઠી ભર્યા જાય. ગૌતમ૦ ૬ કેણે કર્મે ઠુંઠાં ને પાંગળા, કેણે કર્મે જાતિ અંધ હોય. ગૌતમ; પાંખો કાઢે પરજીવી, તેણે કર્મે પાંગળા હોય. ગૌતમ૦ ૭ આંખો કાઢે પરજીવની, તેણે કર્મે જાતિ અંધ હોય. ગૌતમ; કેણે કર્મે શોક ઉપજે, કેણે કર્મે કલંક ચડંત. સ્વામી૦ ૮ વેરો વચો જે કરે, તેણે કર્મે શોક ઉપજંત. ગૌતમ; જુઠી સાખ ભરી કર્મ બાંધિયા, તેણે કર્મે કલંક ચડંત. ગૌતમ૦ ૯ કેણે કર્મે વિષધર ઉપજે, કેણે કર્મે જશહીન હોય. સ્વામી; રીસ ભર્યા મો અણ બોલીયા, તેણે કર્મે વિષધર હોય. ગૌતમ૦ ૧૦ જે જીવ રાગે વ્યાપીયા, તેણે કર્મે જસહીન હોય. ગૌતમ; કેણે કર્મે જીવ નિગોદમાં, કેણે કર્મે તિર્યંચમાં જાય. સ્વામી૦ ૧૧ જે જીવ મોહે વ્યાપીયા, તેણે કર્મે નિગોદમાં જાય. ગૌતમ; જે જીવ માયામાં વ્યાપિયા, તેણે કર્મે તિર્યંચમાં જાય. ગૌતમ૦ ૧૨ કેણે કર્મે જીવ એક ઈન્દ્રિયમાં, કેણે કર્મે પંચેન્દ્રિય હોય. સ્વામી; પાંચ ઈન્દ્રિય વશ નવિ કરી, તેણે કર્મે એકેન્દ્રિય હોય. ગૌતમ૦ ૧૩ પાંચે ઈન્દ્રિય જેણે વશ રાખી, તેણે કર્મે પંચેન્દ્રિય હોય. ગૌતમ; કેણે કર્મે જીવડા બહુ ભમે, કેણે કર્મે થોડો સંસાર હો. ગૌતમ૦ ૧૪ જે જીવ મોહ મત્સર કરે, તેણે કર્મે સંસાર ભમંત. ગૌતમ; જે જીવ સંતોષ પામીયા, તેણે કર્મે થોડો રે સંસાર. ગૌતમ૦ ૧૫ કેણે કર્મે જીવડાં નીચ ફુલે, કેણે કર્મે ઊંચકુલ હોય સ્વામી; દાન દીયાં અણસૂઝતાં, તેણે કર્મે નીચકુલ હોય. ગૌતમ૦ ૧૬ દાન દીયા સુપાત્રને, તેણે કર્મે ઊંચ ફુલ હોય, ગૌતમ; ૬૨૨ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy