SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય પુરુષને હોય વિધિજોગ, વિધિ પક્ષારાધક સવિ ભોગ; વિધિ બહુમાની ધન્ય જે નરા, તેમ વિધિપક્ષ અદૂષક ખરા. ૧૫ આસન સિદ્ધિ તે હોવે જીવ, વિધિ પરિણામી હોય તસપી; અવિધિ આશાતન જે પરિહરે, ન્યાયે શિવ લચ્છી તસ વરે. ૧૬ ૩૪૪. ઓઘાની સઝાય સુગુણનર ! એ કોણ પુરૂષ કહાયો મુજ દેખણસે સુખ પાયો સુગુણનર૦ નિર્મળ તનુ બહુ નારી મળીને પુરૂષ હી એક બનાયો માત-પિતા વિણ બેટો જાયો સકલ જંતુ સુખદાયો... સુગુણનર૦ ૧ હાથપગ દીસે નહિં એહને શિરપર કેશ ન સોહે ખાવે ન પીવે, નિદ્રા ન લેવે તોહી પુષ્ટ દેખાયે... સુગુણનર૦ ૨ ધોતી-કબડો-કોટ ન પહેરે ખંભે પછેડી ન દીસે મસ્તકે મુગટ નહીં ગળે ભૂષણ નહીં તોહી રૂપવિશેષે... સુગુણનર૦ ૩ નયણ રહિત નિત્ય યતના કરતો જીવદયા નિત્યપાળે નર-નારી શું રંગે રમતો દુર્ગતિ દોષ નિવારે... સુગુણનર૦ ૪ દેવગુરૂચરણે સદાય નમતો સુમતિને મન ભાવ્યો કુમતિ કુદારાકો કાજ સરે નહિં યોગીકે પાસ રહીયો... સુગુણનર૦ ૫ દોય અક્ષર સુંદર છે એહના અનુભવ લીલા વરજો રવિવિજય કહે સહુ સજજનને અર્થ લેઈ આદરજો... સુગુણનર૦ ૩૪૫. ગોતમ પૃચ્છાની સજઝાય ગૌતમ સ્વામી પૃચ્છા કરે, કહોને સ્વામી વર્ધમાન જી રે; કેણે કર્મે નિરધન નિરવંશી, કેણે કમેં નિષ્ફળ હોય. સ્વામી, ૧ ગૌતમ ! પરઘર ભાગે ને પરદમે, તેણે કર્મે નિર્ધન હોય; ગૌતમ ! થાપણ મોસો જે કરે, તેણે કર્મે નિરવંશી હોય. ગૌતમ૦ ૨ ઘાત ગાળે ગર્ભવાસની, તેણે કર્મે નિષ્ફળ હોય. હો ગૌતમ; કેણે કર્મે વેશ્યા ને વિધવા; કેણે કર્મે નપુસંક હોય. સ્વામી) ૩ દુર્ગચ્છા કરે જિન ધર્મની, તેણે કમેં વેશ્યા હોય, ગૌતમ; શિયલ ખેડીને ભોગ ભોગવે, તેણે કર્મે વિધવા હોય. ગૌતમ) ૪ જ સક્ઝાય સરિતા ૬૨ ૧
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy