________________
૩૪૨. ઋતુવંતી સ્ત્રીની સજ્ઝાયો (૧)
સરસતી માતા આઠે નમીને સરસ વચન દેનારી અસજમીયનું સ્થાનક બોલું ઋતુવંતી જે નારી અળગી રહેજે ઠાણાંગની વાણી કાને સૂણીને મોટી આશાતના ઋતુવંતીની જિનજીએ પ્રકાશી મલિનપણું જે મન વિ ધારે તે મિથ્યામતિ વાસી અળગી રહેજે...૨ પહેલ દિન ચંડાલણી સરિખી બ્રહ્મઘાતિની વળી બીજે પરશાસન કહે. ધોબણ ત્રીજે ચોથે શુદ્ધ વદીજે... ૩ ખાંડે પીસે રાંધે પિયુને પરને ભોજન પીરસે
સ્વાદ ન હોવે ષટરસ દોર્ષ ઘરની લક્ષ્મી શોષે... ૪ ચોથે દિવસે દરિસન સૂઝે સાતમે પૂજા ભણીયે ઋતુવંતી મુનિને પડિલાભે સદ્ગતિ સહેજે હણીયે... ૫ ઋતુવંતી પાણી ભરી લાવે જિન મંદિર જલ લાવે બોધિબીજ નવી પામે ચેતન બહુલ સંસારી થાયે... ૬ અસાયમાં જમવા બેસે પાંત વિચે મન હિંસે નાત સર્વે અભડાવી જમતી દુર્ગતિમાં બહુ ભમશે... ૭ સામાયિક પડિક્કમણે ધ્યાને સૂત્ર અક્ષર વિજોગી કોઈ પુરૂષને નિવ આભડીયે તસ ફરસે તનુ રોગી... ૮ જિન મુખ જોતાં ભવમાં ભમીયે ચંડાલણી અવતાર ભુંડણ ભુંડણ સાપિણી હોવે પરભવે ઘણી વાર... ૯ પાપડ વડી ખેરાદિક ફરસે તેહનો સ્વાદ વિણાસી આતમનો આતમ છે સાખી હૈડે જોને તપાસી... ૧૦ ઈમ જાણી ચોક્ક્ખાઈ ભજીએ સમકિત કિરિયા શુદ્ધિ ઋષભવિજય કહે જિન આણાથી વહેલા વરશો સિદ્ધિ... ૧૧
૩૪૩. ઋતુવંતી સ્ત્રીની સજ્ઝાયો (૨) પવયણ દેવી સમરી માત, કહીશું મધુરી શાસન વાત; ધર્મ આશાતન વર્જી કરો, પૂણ્ય ખજાનો પોતે ભરો. ૧ આશાતન કહિયે મિથ્યાત્વ, તસ વર્જન સમકિત અવદાત;
સજ્ઝાય સરિતા
૬૧૯