SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ખપાવી રે જે થયા કેવળી, કરશું તાસ પ્રણામ. ધન૦ ૧ મન વચ કાયા રે આપણા વશ કરી, લેશું સંયમ યોગ; સમતા ધરશું રે સંયમ યોગમાં, રહેશું છંડી રે ભોગ. ધન૦ ૨ વિનય વૈયાવચ્ચ ગુરુ ચરણે કરી, કરશું જ્ઞાન અભ્યાસ; પ્રવચન માતા રે આઠે આદરી, ચાલશું પંથ વિકાસ. ધન૦૩ પરિગ્રહ વસતી રે વસ્ત્ર ને પાત્રમાં, આડંબર અહંકાર; મૂકી મમતા રે લોકની વાંછના, પાલશું શુદ્ધ આચાર. ધન૦ ૪ તપ તપી દુર્લભ દેહ કસી ઘણું, સહીશું શીત ને તાપ; પુદ્ગલ પરિણતિ રંગ નિવારીને, રમશું નિજગુણ આપ. ધન૦ ૫ સસલા સાબર મૃગ ને રોઝડા, સૂંઘે તનુ મુખ નાસ; ખોળે મસ્તક મૂકી ઊંઘસે, આણી મન વિશ્વાસ. ધન૦ ૬ પદ્માસન ધરી નિશ્ચળ બેસણું, ધરશું આતમધ્યાન; ગુણઠાણાની રે શ્રેણી ચઢી કરી, સાધશું મોક્ષનું ઠામ. ધન૦ ૭ કરી સંલેખણ અણસણ આદરી, યોનિ ચોરાશી રે લાખ; મિચ્છામિ દુક્કડં સર્વ જીવો પ્રતિ, દઈશું સદ્ગુરુ સાખ. ધન૦ ૮ મોટા મુનિવર આગે જે હુઆ, સમરી તસ અવદાત; પરિષહ સહશું રે ધીરપણું ધરી, કરશું કર્મનો થાત. ધન૦ ૯ વાધર વીંટી રે ડોળા નીસર્યા, ધન્ય મેતારજ સાધુ; ખંધક શિષ્યો રે ઘાણી પીલીયા, રાખી સમતા અગાધ. ધન૦ ૧૦ માથે પાળી કરી સગડી ભરી, ભરીયાં માંહી અંગાર; ગજસુકુમાલે રે શીર બળતું સહ્યું, તે પામ્યા ભવ પાર. ધન૦ ૧૧ સિંહ તણી પરે સામા ચાલીયા, સુકોશલ મુનિરાય; વિરૂઈ વાઘણ ધસતી ખાવા, વોસિરાવી નિજ કાય. ધન૦ ૧૨ દેવ પરીક્ષા રે કરતાં વળી વળી, ચક્રી સનતકુમાર; રોગે પીડિયો રે વરસ તે સાતસે, ન કરી દેહની સાર. ધન૦ ૧૩ નિશદિન એહવી રે ભાવના ભાવતા, સરે નિજ આતમકાજ; મુનિ બુધવિજય બોલે પ્રેમશું, ભાવના ભવોધિ જહાજ ધન૦ ૧૪ ૬૧૮ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy