________________
અગિયાર સહસ ને બસે સાઇએ, મન વચ કાયાએ ત્રિગુણાજી, તેત્રીસ સહસ ન સાતમેં એંશી, તે વળી આગળ ત્રિગુણા.. મૃત૧૦ કરે કરાવે ને અનુમોદે, એક લાખ તેરસેં ને ચાલીશજી, ગણ કાલશું ગુણતાં તિગ લખ, ચાર હજારને વીશ... શ્રુત૦ ૧૧ કેવલી સિદ્ધ મુનિ દેવસુર ગુરૂ આતમ, છગુણા લાખ અઢારજી, ચોવીસ સહસને એકસો વીશ, સરવાળે અવધાર... શ્રત૧૨ છઠે વરસે દીક્ષા લીધી, નવમે કેવલ ધારીજી, જલક્રીડા કરતાં અર્ધમત્તા, મુનિવરની બલિહારી... શ્રુત૦ ૧૩ એમ કોઈ સાધુ શ્રાવક પાતક, ટાળી લહે ભવ પારજી, શ્રી શુભવીરનું શાસન વરતે, એકવીસ વરસ હજાર... શ્રત૧૪
૩૩૯. ઈરિયાવહીની સઝાયો (૨) નારી મેં દીઠી એક આવતી રે જાતી ન દીઠી કોય રે. જે નર તેહને આદરે રે તેહને સદ્ગતિ હોય રે... નારી૦ ૧ એસો નવાણું રૂડા બેટડારે મોટા તે ચોવીશ ઈશ રે નાનડીયા તમે સાંભળો રે શત પંચોતેર ઈશ રે... નારી૦ ૨ જૈન તણે મુખે રહે રે પગ બત્રીસ કહેવાય રે ધમનર પાસે વસે રે પાપી સંગ ન જાય રે... નારી૦ ૩ આઠ સંપદાયે પરવરીરે નારી છે દેવ સરૂપ રે મુગતિ રમણી ઘણા મેળવ્યા રે વડા વડેરા સૂપ રે... નારી૦ ૪ ગૌતમ સ્વામી પૂછયું રે ઉપદેશ્ય શ્રી વર્ધમાન રે અઈમરો ઋષિ પામીયો રે ક્ષણમાં કેવલ જ્ઞાન રે... નારી૦ ૫ અઢાર લાખ જુદા બેટડા રે ઉપર ચોવીશ હજાર રે એક સો ને વીશ મૂકીયે રે પામીજે સ્વરગ દુવાર રે... નારી૦ ૬ સાધુ શ્રાવક સહુ આદરે રે આદરે અરિહંત દેવ રે મેઘવિજય’ ગણિ શિષ્ય કહે રે એહની કરો ઘણી સેવ રે.. નારી૭
[2] ૩૪૦. ઉણોદરી વ્રતની સઝાય સાસુ ને વહુ મંદિરે ગયાં'તાં મને આવી લાજ પચ્ચખું એકાસણું...
મને૦ ૧
૬૧ ૬
સઝાય સરિતા