SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ અનિષ્ટ ઈચ્છા વિના તે મુખમાં ધરજે રે ચાર આહારથી બાહિરો તે અણાહાર કહીજે રે... શ્રી જિન૧૮ એહ જુગતશું જે લહી વ્રત પચ્ચખાણ ન ખંડો રે તેહ સમજુ અનુરાગથી શિવ લચ્છિરતિ મંડો રે... શ્રી જિન. ૧૯ શ્રી નયવિજય સુગુરૂ તણાં લઈ પસાય ઉદાર રે વાચક જ સવિજયે કહ્યો એહ વિશેષ વિચાર રે... શ્રી જિન) ૨૦ તપગચ્છગયણ દિવાયર શ્રીપ્રભસૂરિ રાજયે રે એ સક્ઝાય રચે ભલો ભવિયણને હિત કાજે રે... શ્રી જિન૦ ૨૧ ૩૩૮. ઈરિયાવહીની સઝાયો (૧). ગુરુ સન્મુખ રહી વિનય વિવેક, ઈરિયાવહી પડિક્રમીયેજી, આ ભવ પરભવ પાતિક હણીયે, ગુણ શ્રેણીએ ચઢીએ. શ્રુત અનુસરીયેજી.... ૧ તરીએ આ સંસાર પાતક હથીયેજી, સદ્ગુરુને આધાર પાર ઉતરીયે ષટ અક્ષરનો અર્થ સુણીને, જાણનું મસ્તક ડોલેજી, મિચ્છામિ દુક્કડ નિયુકતે, ભદ્રબાહુ ગુરુ બોલે છે... મૃત. ૨ પુઢવી અપ તેઉ વાઉ સાધારણ, તરૂ બાદર સુહુનીસજી, પ્રત્યેક તરૂ વિગલેન્દ્રિ પજત્તા, અપજત્તા અડવીસ... શ્રત. ૩ હવે પંચેન્દ્રિય જલ થલ ખેચર, ઉરપરિ ભુજ પરિ દીસેજી, ગર્ભ સંમુર્ણિમ દસ પજજતા, અપજ્જતા એ વીસ... શ્રુત૦ ૪ નારકી સાતે પજજ અપજા, ચૌદ ભેદ મન ધારોજી, કર્મભૂમિ અકર્મભૂમિના, પન્નર ત્રીસ વિચારો... શ્રુત૦ ૫ છપ્પન અંતર દ્વીપના માણસ, ગર્ભ સમૂર્ણિમ ભેદે છે, એ અપજજર પજજત્તા, ગર્ભજ, ત્રણસેં ને ત્રણ ભેદ... શ્રુત, ૬ ભવનપતિ દસ દસ તિરિફંભક, પન્નર પરમાધામીજી, વ્યંતર સોલ જ્યોતિષી દસ ત્રણ, કીલ્બિષિયા સુર પામી... શ્રુત૦ ૭ બાર સ્વર્ગ નવ લોકાંતિક નવ, રૈવેયક પાંચ અનુત્તરનાજી, એ નવાણું પજજત્તા અપજજત્તા, એકસો અઠાણું સુરના... શ્રુત૦ ૮ અભિયાદિ દશ પદ સાથે, પાંચસે ત્રેસઠ ગુણતાંજી, છપ્પનસો ને ત્રીશ થયાં તે, રાગને દ્વેષે હણતાં... શ્રત, ૯ સક્ઝાય સરિતા ૬૧૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy