________________
ધનધન વીતરાગ ઋષભદેવસ્વામી, એક વરસ આહાર ત્યાગી વંદુ શિરનામી... ૯ વીર ધીર મહાવીર જગને વિષે દીપે, પૌંસ આહાર ત્યાગી કર્મ સર્વ જીપે.. ૧૦ દિપવિજય કવિરાજ અઢી દ્વિીપ છાજે, છ8 અઠ્ઠમ માસ પાસ ધીર મુનિ ગાજે... ૧૧
૩૩૨. અનુભવની સજઝાય અનુભવિયાના ભવિયા રે, જાગીને જોજો; આગળ સુખ છે કેવા રે, જીવો તે જોજો. ૧ બાલપણે ધર્મ ન જાણ્યો રે, તે રમતાં ખોયો; જોબનમેં મદ માતો રે, વિષયમાં મોહ્યો. ૨ ધર્મની વાત ન જાણી રે, ખોટી લાગી માયા; જોબન જાશે જરા આવશે રે, ત્યારે કંપશે રે કાયા. ૩ મોહ માયામાં માંગ્યો રે, સમક્તિ કિમ વરસે; ક્રોધ વ્યાપ્યો સબલો રે, બોલતો નવિ ખલસે. ૪ ધનને કાજે ધસમસતો રે, હિડે હલફલતો; પાસે પૈસો પુર છે રે, ધર્મ નથી કરતો. ૫ નેત્ર ને નાસિકા ગળશે રે, વળી વળશો વાંકા; બોલ્યું કોઈ ન માનશે રે, ત્યારે પડશો ઝાંખા. ૬ દાંત પડીયા મુખ ખાલી રે, ત્યારે કેને કહેશો, ધર્મની વાત ન જાણી રે, પ્રભુજીને કેમ મલશો. ૭ ઉબર ડુંગર થાશે રે, ગોળી થાશે ગંગા; પ્રભુજીનું નામ સંભારો રે, હવે જિમ રંગા. ૮ શેરી પર શેરી થાશે રે, ત્યારે બેસી રહેશો; લોભ ને લલુતા વધશે રે, બેઠાં કચ-ચ કરશો. ૯ દિકરડાની વહુરો રે, રીસડીએ બળશે; એ ઘરડા ઘરમાંથી રે, કે દહાડે ટળશે. ૧૦ પીંપળ પાન ખરંતા રે, હસતી કુંપળીયા;
૬૦૮
સઝાય સરિતા ,