SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦. અન્ન દેવતાની સઝાયો (૧). મારા અન્નદેવતા વેગે પધારો રાજ, તુમ બીન ઘડી ન સરે કાજ અનીયો નાચે અનીયો ફિરે, અનીયો તાલ બજાવે એક દીન અનીયો નહિં મિલે તો, નિઃશંક હાય-વોય થાવે... મારા૧ અનીયો રાજા અનીયો પરજા, અનીયો હું ઉમરાવ એક રોટીકા કારણે, પડે નીચ કપાળ... મારા૦ ૨ નહી કે રાજા નહી કે પરજા, નહી કે રાજા દીવાન એક રોટી કે કારણે, વીણે જંગલમાં છાણ... મારા૦ ૩ ઉપવાસ કીધા બેલા કીધા, કીધા તેલા ચોલા પંચરો જબ આયો પારણો, અબ હું દેવે હેલા... મારા ૪ અનીયો નાચે અનીયો ફીરે, અનીયો કરે ગટરકા એક દિન અનીયો નહીં મળે તો, મીટ જાય સવિ ભટરકા... મારા. ૫ અન્ન સહુકા કારણે, સહુકા દુ:ખ ભાંગે ઓજણ પામી લારે લાગ્યો, બાટી સાથે ભાગી... મારા ૬ આનંદઘન કહે સુણ ભાઈ બનીયા, અન્ન છોડે તેને ધન્ન અન્નદેવ સુહીલી મળે તો, જાણે તારો મન્ન... મારા૦ ૭ ૩૩૧. અન્ન દેવતાની સઝાયો (૨) સર્વદેવ દેવ મેં પ્રત્યક્ષદેવ રોટી, તાન માન સર્વ વાત એહ વિના ખોટી... ૧ જિનરાજ મુનિરાજ, બડે ધ્યાન ધ્યાવે, ઘડી થાય સોળમી તો ગોચરી સંભારે... ૨ શેઠ બડે શાહુકાર લખે લાખ હુંડી, ઘડી થાય સોળમી ને આંખ જાય ઊંડી... ૩ સંઘ લઈ સંઘવી પ્રયાણ પંથ ચાલે, ઘડી થાય સોળમી તો મુકામ ઠામ ઝાલે.... ૪ ચક્રવર્તી વાસુદેવ પુન્યના છે બળીયા, ઘડી થાય સોળમી ને અંગ જાય ગળીયા... ૫ નિઃસ્નેહી નગનભાવે ભસ્મ અંગ લગાવે, ઘડી થાય સોળમી તો અલેક જગાવે... ૬ ધ્યાન ધરે નાસિકા ડબક માળા મોટી, ઘડી થાય સોળમી તો યાદ કરે રોટી.. ૭ પટે પડે રોટલો તો સર્વ વાત સૂઝ, પેટ પૂરણ ઘાસ અન્ન ગાય ભેંસ દૂઝે... ૮ // સક્ઝાય સરિતા ૬૦૭
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy