________________
૩૨૯. અનંતકાચની સઝાય અનંત કાયના દોષ અનંતા, જાણી ભવિયણ પ્રાણી રે ગુરૂ ઉપદેશે તે પરિહરજો એહવી અનવર વાણી રે... અનંત) ૧ પુઢવી પાણી અગનિ ને વાયુ, વનસ્પતિ પ્રત્યેક રે એ પાંચે થાવર ગુરૂમુખથી, સાંભળજો સુવિવેકા રે.. અનંત) ૨ એકેંદ્રિય બેઈદ્રિય તેઈદ્રિય, પંચેન્દ્રિય ચઉરિદ્રિ પ્રમુખ રે એકેકી કાયે જિનરાયે, ભાખ્યા જીવ અસંખ્યા રે... અનંત) ૩ એ છ કાય તણા જે જીવા, તે સવિ એકણ પાસે રે કંદમૂલ સૂઈને અગ્રભાગે, જીવ અનંત પ્રકાશે રે...
અનંત ૪ બહુ હિંસાનું કારણ જાણી, આણી મન સુવિચારો રે કંદમૂલ ભક્ષણ પરિહરજો, કરજો સફલ જન્મારો રે... અનંત) ૫ અનંત કાયના બહુ ભેદ ભાખ્યા, પન્નવણા ઉપાંગે રે શ્રી ગૌતમ ગણધરને આગે, વીર નિણંદ મનરંગે રે... અનંત૬ નરકતણા છે ચાર દુવારા, રાત્રિ ભોજન છે પહેલું રે પરસ્ત્રી બીજું બોળ અથાણું ત્રીજું, અનંત કાય જિમ છેલ્લું રે.. અનંત૭ એ ચારે જે નર પરિહરશે, દયા ધરમ આદરશે રે કીર્તિ કમલા તસ વિસ્તરશે, શિવમંદિર સંચરશે રે... અનંત૮ ચૌદ નિયમ સંભારી સંક્ષેપો, પડિક્કમણું દોયવાર રે ગુરૂ ઉપદેશ સુણો મનરંગે, એ શ્રાવક આચાર રે. અનંત ૯ પાંચે પરવી પોસહ કીજે, ભાવે જીન પૂજીજે રે સંપત સારૂ દાન જ દીજે, ઈમ ભવ લાહો લીજે રે... અનંત) ૧૦ પરઉપગાર કરો નિજ શફર્તા, કુમતિ કદાગ્રહ મૂકો રે નવા નવા ઉપદેશ સુણીને, મૂલ ધરમ નવિ મૂકો રે... અનંત) ૧૧ તપગચ્છનાયક શિવસુખદાયક, શ્રીવિજયપ્રભસૂરિંદા રે તાસ પસાયે દિન દિન થાયે, ભાવસાગર આનંદા રે.. અનંત) ૧૨
સઝાય સરિતા